હિંમતનગર : જુગાર રમતાં છ ઈસમોને ઝડપી પાડતી ‘બી’ ડિવિઝન પોલીસ

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર
કુલ-રૂ.૧૨,૬૬૦નો મુદ્દામાલ કબ્જે
સાબરકાંઠા પોલીસ વડા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક એ સાબરકાંઠા જીલ્લામાં શ્રાવણ માસમાં જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલી છે જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. કે.એચ.સુર્યવંશી ના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. પી.વી.ગોહિલ તથા “ડી” સ્ટાફ ના માણસો આ દિશામાં સખત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલા છે ત્યારે
આજરોજ રાત્રિના પો.સબ.ઇન્સ. પી.વી.ગોહિલ ને બાતમી મળેલ કે ભોલેશ્વર ગામે પ્રાથમિક શાળા આગળ ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે.જે બાતમી આધારે તે જગ્યાએ રેઇડ કરતાં (૧)શકિતકુમાર રમેશભાઇ રાઠોડ (૨) ભાવેશકુમાર વસંતભાઇ ભાટ (૩) દિપક હસમુખભાઇ ભાટ (૪) રવિભાઇ સુરેશભાઇ ભંગી (૫) હસમુખભાઇ સુરેશભાઇ ભંગી (૬) રવિ સંજયભાઇ ઉર્ફે હકમાજી બારોટ (ભાટ) તમામ રહે.ભોલેશ્વર તા.હિંમતનગર જાહેરમાં ગંજીપાનો પત્તાનો જુગાર રમી રમાડતાં હતા અને રોકડ રૂપિયા-૧૨,૬૬૦ તથા ગંજીપાના મળી કુલ રૂ.૧૨,૬૬૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હતા તે તમામ વિરૂધ્ધ જુગાધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.