અંબાજી મંદિરની સુરક્ષાની મોકડ્રિલ : વિડિઓ વાઇરલ કરનારા સામે FIR

અમિત પટેલ (અંબાજી)
અંબાજી મંદિર ખાતે લોકસભા ચૂંટણી ને અનુલક્ષીને મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા ૨૯ માર્ચ ના રોજ અંબાજી મંદિરના પરિસરમા મંદિર બંદ થયા બાદ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંબાજી મંદિર ખાતે પોલીસ અને મીડિયા ના લોકો હાજર હતા અને ત્યાર બાદ આ વીડિયો અંબાજી ના વિવિધ વોટસઅપ ગ્રુપ મા વાઇરલ થઇ ગયા હતા.
આ વીડિયો મા પોલીસ ના જવાનો આતંકવાદી બન્યા હતા અને તેમને અન્ય પોલીસ દ્વારા એક ને ઠાર મારવામાં આવ્યો હતો અને બીજા ને જીવતો પકડી લેવાયો હતો આમ આખી આ ઘટના માત્ર ને માત્ર મોકડ્રીલ હતી જે પોલીસ દ્વારા સુરક્ષા માટે કરવામાં આવી હતી ત્યારે બે દિવસ અગાઉ અંબાજી પોલીસ સ્ટેશન ના પીઆઈ દ્વારા આ મોકડ્રીલ વાળા વીડિયો કોઈ વાઇરલ કરવા નહિ અને વાઇરલ કરે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી હતી ત્યારબાદ બનાસકાંઠા પોલીસ દ્વારા પાલનપુર પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી
પણ બનાસકાંઠા પોલીસ જે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોધી છે તે વ્યક્તિ અગાઉ આગળ ચાર મહિનાઓ સુધી જેને જેને વીડિયો વાઇરલ કર્યા તેની ઉપર કેમ ફરિયાદ નોંધવામાં આવી નથી તે બાબત ચર્ચાસ્પદ બની છે
શું કહે છે જય આચાર્ય
જય આચાર્ય યે જણાવ્યું હતું કે આ વીડિયો અંબાજી બીજેપી ફ્રેન્ડ્સ ગ્રુપ મા તારીખ ૨ ઑગસ્ટ ના રોજ કોઈ દિલીપ જોષી નામના વ્યક્તિ દ્વારા મુકવામાં આવ્યો હતો અને ત્યારબાદ મારાથી ભૂલ થી વાઇરલ થઈ ગયો હતો અને મારી જોડે આ ગ્રુપ નો સ્ક્રીન શોટ પણ છે, વધુ મા તેમને જણાવ્યું હતુ કે હું પાટણ જિલ્લા મા H ૨૪ ન્યૂઝ મા બ્યુરો રિપોર્ટર તરીકે તરીકે કાર્ય કરું છુ, જે દિવસે અંબાજી મંદિર મા મોકડ્રીલ યોજાઈ તે દિવસે હું અંબાજી મંદિર મા હાજર હતોનહી અને તે દિવસે અંબાજી મંદિરમાં પોલીસ અને મીડિયા ના જ માણસો હાજર હતા તો આ વીડિયો સૌ પ્રથમ જેને વાઇરલ કર્યો હોય તેની ઉપર પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે અને ૨૯/૩/૧૯ થી આજ દિન સુધી જે જે લોકો યે વીડિયો વાઇરલ કર્યા હોય તે બધા ઉપર પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે, હું મારી ભૂલ બદલ પોલીસ તંત્ર ની માફી માંગુ છુ પણ બીજા લોકો જે ગુનેગાર છે તેમની ઉપર પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
આ બાબતો ઉપર પોલીસ વિભાગ ધ્યાન આપે
૧, અંબાજી મંદિર ખાતે ૨૯ માર્ચ ના રોજ મોકડ્રીલ યોજાઈ તે દિવસે અંબાજી મંદિર ને સંપૂર્ણ ખાલી કરવામાં આવ્યું હતું, પોલીસ અને મીડિયા ના માણસો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર હતી નહિ, તો વીડિયો કોને સૌ પ્રથમ વાઇરલ કર્યો.
૨, અંબાજી મંદિર ખાતે મોકડ્રીલ યોજાઈ તે વખતે હાજર તમામ પત્રકારો ના શુટીંગ ચેક કરવામાં આવે અને આ વાઇરલ શુટીંગ કોને સૌ પ્રથમ સોશીયલ મિડીયા ઉપર વાઇરલ કર્યું તેની ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
૩, મોકડ્રીલ ના સમયે બનાસકાંઠા પોલીસ ના વીડિયો ગ્રાફર પણ હાજર હતા તો તે રેકોર્ડિંગ જોઈ કાયદેસર કાર્યવાહી કરવી.
૪, વાઇરલ વીડિયો ઉપર થી જોઈ શકાય છે કે આ વીડિયો મોબાઈલ મા કવર કરેલ નથી તે પ્રોફેશનલ કેમેરા દ્વારા શૂટ કરેલ છે અને આ વીડિયો મા બધાજ વેરિયેશન જોવા મળી રહ્યા છે.
૫, જય આચાર્ય તો છેલ્લા ૨ વર્ષ થી સિદ્ધપુર ખાતે રહી પોતાનો અભ્યાસ કરી રહ્યો છે તો પછી તેના ઉપર જ કેમ પોલીસ ફરિયાદ નોંધાઈ, તેને 2 ઑગસ્ટ ના રોજ જ વીડિયો અન્ય ગ્રુપ માં મૂક્યો હતો.
૬, અંબાજી બીજેપી ફ્રેન્ડસ ગ્રુપ મા ૨૫૦ કરતા વધુ મેમ્બર છે તો વીડિયો બીજા કોઈ સભ્ય યે વાઇરલ નહિ કર્યો હોય, તે બાબત તપાસ માંગી લે છે
૭,આ વીડિયો વાઇરલ થવા નાં કારણે અંબાજી મા ભક્તો ની સંખ્યા માં ઘટાડો પણ જોવા મળ્યો હતો તો ભાદરવી મહામેલા અગાઉ પોલીસ વિભાગ દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવે તો બીજી વાર આવી કોઈ ગંભીર ભૂલ ના કરે.
8,ભાદરવી કાંડ અને મોકડ્રિલ વિડિઓ કાંડ મા ત્રણ પત્રકાર ઉપર પોલીસ એ કેશ કર્યો.
આ સમાચાર મા જય આચાર્ય દ્વારા અંબાજી બીજેપી ફ્રેન્ડસ ગ્રુપ નો સ્ક્રીન શોટ મૂકવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે મારી પહેલા દિલીપ નામના વ્યક્તિ યે વીડિયો વાઇરલ કર્યો હતો સાથે 4 મહિના સુધી વિવિધ ગ્રુપ મા પણ ફર્યો હતો.
અંબાજી પ્રેસ ક્લબ ઓફ અંબાજી દાંતાના પ્રમુખ જયદેવ દવે શું કહે છે
તેમને જણાવ્યું હતું કે આ મોકડ્રિલ નો વિડિઓ સૌ પ્રથમ જેને 4 મહિના પહેલા વાઇરલ કર્યો હતો તેની ઉપર પોલીસ ફરીયાદ નોંધવામાં આવે સાથે ત્યારબાદ જેને જેને આ વિડિઓ વાઇરલ કર્યો હોય તે તમામ લોકો ઉપર પોલીસ કેશ કરવામાં આવે.