અહાન શેટ્ટીએ ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ શરૂ, તારા સુતરિયા લીડ રોલમાં દેખાશે

મુંબઈ,
સુનિલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી પોતાના બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે. પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલાની ફિલ્મથી તે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તેની પહેલી હિન્દી ફિલ્મનું ૬ ઓગસ્ટના રોજ શૂટિંગ શરૂ થયું છે. હાલ ટીમે સાઉથ મુંબઈ થિયેટરમાં ફિલ્મનું શૂટિંગ સ્ટાર્ટ કર્યું છે. તેની સાથે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ૨’થી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ તારા સુતરિયા લીડ રોલમાં છે. આ ફિલ્મના ડિરેક્ટર ‘બાદશાહો’ ફેમ મિલન લુથરિયા છે. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી તેલુગુ હિટ ફિલ્મ ‘આરએક્સ-૧૦૦’ની રિમેક છે. ફિલ્મનું ટાઇટલ હજુ સુધી નક્કી થયું નથી. સાજીદ નડિયાદવાલાએ જણાવ્યું હતું કે, આ રોલ માટે અહાન અને તારા પરફેક્ટ છે. બન્નેની કેમેસ્ટ્રી ખૂબ સારી છે. ટીમ મસૂરી, ઋષિકેશ અને દેહરાદુનમાં શૂટિંગ કરશે.