સ્ટીવન સ્પીલબર્ગની ‘હેલો’ સીરિઝમાં શબાના આઝમી ચમકશે

મુંબઈ,
સ્ટીવન સ્પીલબર્ગ છેલ્લા ઘણા સમયથી પોપ્યુલર શોટાઇમ વીડિયો ગેમ ‘હેલો’ પર આધારિત એક વેબ સીરિઝ તૈયાર કરી રહ્યા છે. આ થીમની પોપ્યુલારિટી અને સ્પીલબર્ગ આ પ્રોજેક્ટમાં સામેલ થયા હોવાથી ફેન્સ આ સીરિઝ વિશે કોઈ જાણકારી મેળવવા માટે ખૂબ જ આતુર છે. ઓટ્ટો બથુર્સ્ટ દ્વારા ડિરેક્ટેડ ‘હેલો’ને અત્યાર સુધીની સૌથી મહાત્વાકાંક્ષી સીરિઝ ગણાવવામાં આવી છે. બુડાપેસ્ટમાં એના માટે પ્રોડક્શન શરૂ થશે. મેગા પોપ્યુલર વીડિયો ગેમ ફ્રેન્ચાઇઝી પર આધારિત આ ડ્રામા માટે નતાચા મેકએલહોની, બોકીમ વુડબાઇન, બેન્ટલી કેલુ, નતાશા કુલઝેક અને કેટ કેનેડીને સાઇન કરવામાં આવ્યા છે. હવે આ શોની કાસ્ટમાં શબાના આઝમી પણ સામેલ થઈ છે. તે નેવલ ઇન્ટેલિજન્સની હેડ ઓફ ધ ઓફિસ એડમિરલ માર્ગરેટ પેરનગોસ્કીનો રોલ પ્લે કરશે. આ રોલ અને ‘હેલો’ વિશે શબાના આઝમીએ કહ્યું હતું કે, ‘આનાથી વિશેષ કશું જ ન હોય શકે! આ મારા માટે સંપૂર્ણપણે નવી બાબત છે. હું એક્સાઇટેડ અને સાથે નર્વસ પણ છું.’ કેવી રીતે આ રોલ મેળવ્યો એના વિશે આઝમી કહે છે કે, ‘એ સામે ચાલીને મારી પાસે આવી ગયો. હું અહીં જે બે પ્રોજેક્ટ્સ કરવાની હતી એ મારે છોડવા પડ્યા હતા, પરંતુ મને ખ્યાલ આવી ગયો કે, એમ કરવું યોગ્ય રહેશે.’