શ્રીમતી શાલિની અગ્રવાલે પૂરગ્રસ્ત લોકોની આપવીતી સાંભળી

વડોદરા,
જિલ્લા કલેક્ટર અને કાર્યકારી મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ સતત લોકો વચ્ચે જઈ તેઓની આપવીતી-પ્રશ્નો સાંભળી રહ્યા છે. સાથે જ તંત્ર દ્વારા શહેરમાં આરોગ્ય, સાફ-સફાઈ સહિતની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમજ સ્થળ પર જ લોકપ્રશ્નો સાંભળી તાત્કાલિક લોકોની રજૂઆતોનો યથોચિત નિકાલ કરવા અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા. શહેરના હાથીખાના એ. પી. એમ. સી., રામદેવપીરની ચાલી ઇન્દિરાનગર, ગોલવાડ નવી ધરતી સહિતના વિસ્તારની મુલાકાત દરિમયાન લોકો પૂરની તારાજીમાં થયેલી નુકશાનીની આપવીતી વર્ણવતા ભાવુકતાભર્યાં દ્રશ્યો જોવા મળ્યા હતા. શ્રીમતી અગ્રવાલે પણ લોકો હૂંફ-આશ્વાસન આપ્યું હતુ. શહેરમાં પૂરના પાણી તો ઓસર્યા પણ સાથે સાથે સાફ-સફાઈ અને લોકોના આરોગ્યના પડકારરૂપ રહેલા પ્રશ્નો ઉભા થયા છે. આ પ્રશ્નોને નિપટવા માટે જિલ્લા વહિવટી તંત્ર અને મહાનગરપાલિકા તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. ખાસ કરીને શહેરના ઝૂંપડ્ડપટ્ટી, ચાલી વિસ્તારમાં સાફ સફાઇ અને આરોગ્યની કામગીરી યોગ્ય રીતે અને ઝડપથી થાય તે માટે કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ જાતે તંત્રની કામગીરીનુ નિરીક્ષણ અને લોકોના પ્રશ્નો-રજૂઆતો સાંભળી રહ્યા છે. સમગ્ર સરકારી તંત્ર તેમની પડખે હોવાનો લોકોને અહેસાસ કરાવી રહ્યા છે. તેમજ શ્રીમતી અગ્રવાલે તંત્રની કામગીરીના પ્રતિભાવ લોકો પાસેથી મેળવીને અને જરૂરીયાત જણાય તુંરત જ અધિકારીઓને પ્રશ્નોનો નિકાલ કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, તંત્ર દ્વારા સાફા-સફાઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાથે જ શહેરના મોટાભાગના વિસ્તારમાં આરોગ્યની ટીમો પણ કાર્યરત છે. અને લોકોના આરોગ્યની દરકાર લઇ રહી છે. તેમજ પૂરના કારણે નુકશાનીનો સર્વે પણ ચાલુ છે. અને ઘણા વિસ્તારમાં કોશડોલ્સ વિતરણની કામગીરી શરૂ દેવામાં આવી છે. અને લોકોને ધારાધોરણ મુજબ નુકશાનીની સહાય ચૂકવામાં આવશે. શહેરના રામદેવપીરની ચાલી ઇન્દિરાનગર, ગોલવાડ નવી ધરતી સહિતના મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી સાથે રહ્યા હતા