એનઆરઆઈ ફેન સાથે પરણી રાખી સાવંત..!!, ૨૦૨૦માં બનશે માતા

મુંબઈ,
અભિનેત્રી અને ડાંસર રાખી સાવંતના લગ્નની ચર્ચા આમ તો ઘણા સમયથી છે પરંતુ હવે રાખીએ પહેલી વાર લગ્નની વાતને દુનિયા સામે કબૂલી છે. તેણે માન્યુ છે કે તેણે એક એનઆરઆઈ બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા છે. સ્પાટબાય સાથે વાતચીતમાં કહ્યું કે – હું તેને ખૂબ પ્રેમ કરુ છુ. મે મારા ફેન સાથે વાત કરી છે, એ ફેન મને સાચો પ્રેમ કરે છે.રાખીએ જણાવ્યુ કે તેના પતિનુ નામ રિતેશ છે અને તે લગ્ન બાદ અમેરિકા પણ જતા રહ્યા છે. રાખીએ જણાવ્યુ કે મારો વિઝા આવતા જ હું પણ તેમની પાસે જતી રહીશ. સાથે તેણે કહ્યું કે હું તે બાદ પણ ભારતમાં કામ કરવાનું ચાલુ રાખીશ. હું હંમેશાથી ટીવી શો પ્રોડ્યુસ કરવા ઈચ્છતી હતી અને મને લાગે છે કે મારુ સપનુ હવે પૂરુ થવા જઈ રહ્યું છે. હું આટલા સારા પતિ માટે જીસસનો આભાર માનુ છુ. રાખીનુ કહેવુ છે કે તેના પતિ તેના વર્ષો જૂના ફેન છે જેણે પહેલી વાર તેને પ્રભુ ચાવલા સાથે ઈન્ટરવ્યુમાં જાયા હતા. ૨૦૨૦માં મા બનવા ઈચ્છે છે રાખી સાવંત રાખીએ એ પણ જણાવ્યુ કે તે વર્ષ ૨૦૨૦માં ફેમિલી પ્લાનિંગ વિશે પણ વિચારી ચૂકી છે.