સુષ્મા સ્વરાજના નિધનથી બોલિવૂડ શોકમાં, કહ્યું – મહિલા સશક્તિકરણના મહાન નેતા ગુમાવ્યા

મુંબઈ,
ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું ૬૭ વર્ષની ઉંમરે દિલ્હીના એઈમ્સ હોસ્પિટલમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું. તે લાંબા સમયથી બીમાર હતા. તેમનું થોડાં વર્ષ પહેલાં જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુષ્મા સ્વરાજના નિધન બાદ દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સુષ્મા સ્વરાજના નિધન બાદ બોલિવૂડ સેલિબ્રિટીમાં પણ આઘાતમાં છે. અનુપમ ખેર, સન્ની દેઓલ સહિતના સેલિબ્રિટીઓએ તેમને નિધન પર શોક વ્ચક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચને ટિવટર એકાઉન્ટ પર સુષ્મા સ્વરાજની સાથે પોતાની એક જુની તસ્વીર શેર કરી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને રીટ્વીટ કરતા સુષ્મા સ્વરાજના નિધન પર દુખ જાહેર કર્યું છે અને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. અમિતાભ બચ્ચને ફોટો કેપ્શનમાં લખ્યું, એક અત્યંત દુખદ સમાચાર! એક ખુબ જ પ્રબળ રાજનીતિ, એક મિલનસાર વ્યક્તત્વ, એક અદભૂત પ્રવક્તા. આત્માની શાંતિ માટે પ્રાર્થના….અનુપમ ખેરે એક વીડિયો શેર કરીને શોક વ્યક્ત કર્યો હતો. સંજય દત્તે પણ સુષ્મા સ્વરાજના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. બોલિવૂડ એક્ટર અને ભાજપના સાંસદ સન્ની દેઓલે પણ ટ્વીટર પણ શોક પ્રકટ કર્યો હતો. તેમણે લખ્યું કે, તે આપણા દેશના શ્રેષ્ઠ નેતાઓમાંના એક હતા. તે અમારા માટે વિશેષ હતા અને અમે તેમને હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને દોસ્તોને સંવેદનાઓ.એકતા કપૂરે ટ્વીટ કરીને લખ્યું કે, પોતાના કેરિયરની શરૂઆતમાં મને સુષ્માજીનું ખુબ જ સમર્થન મળ્યું હતું. મારી પાસે આજે પણ તેમની સાથેનો ફોટો છે જેમાં તે મને મારી ઓફિસમાં એવોર્ડ આપી રહ્યા છે. સુષ્માજીના નિધનથી દુખી છું. જેમણે મને પહેલો પાઠ ભણાવ્યો હતો. મહિલાઓને મહિલાઓને આગળ વધારવા માટે મદદ કરવી જાઈએ. ધન્યવાદ અને આરઆઈપી સુષ્માજી.કંગના રનૌતે એક મનોરંજન પોર્ટલ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સુષ્મા સ્વરાજનાં વિદાયનાં સમાચાર સાંભળીને હું ચોંકી ગઇ છું. દેશ પોતાનું ચિહ્ન અને મહિલા સશક્તિકરણના મહાન નેતા ગુમાવી ચૂક્યો છે.ગાયક અદનાન સામીએ સુષમા સ્વરાજ સાથેની તેના પરિવારની મુલાકાતના ફોટા શેર કરતાં લખ્યું કે, સુષમા સ્વરાજના નિધનના સમાચાર સાંભળીને હું અને મારો પરિવાર સંપૂર્ણ આઘાતમાં છીએ. તે મારા માટે માતા સામન હતી. અમે તેને હંમેશાં ખૂબ યાદ કરીશું.