દીપિકાએ લવ રંજનની ફિલ્મ નકારતા કહ્યું , આરોપી સાથે ક્્યારેય કામ નહીં કરું

મુંબઈ,
થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે દીપિકા પાદુકોણ લવ રંજનની અપકમિંગ ફિલ્મનો હિસ્સો બની શકે છે. પરંતુ હવે એક્ટ્રેસે આ વાત ક્લીઅર કરી દીધી છે કે તે લવ રંજની ફિલ્મમાં કામ નહીં કરે. હાલમાં જ તેણે ‘વોગ’ મેગેઝીનને આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હું તેમની સાથે કયારેય કામ નહીં કરું.’ લવ રંજન પર મીટૂ કેમ્પેઇન દરમ્યાન એક એક્ટ્રેસે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જ્યારે દીપિકાને પૂછવામાં આવ્યું કે, તે એવાં વ્યક્તિની ફિલ્મમાં કામ કરશે જેના પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હોય. તેના જવાબમાં તેણે ચોખ્ખું કહ્યું કે, ‘ના, હું કયારેય આવું નહીં કરું.’ થોડા સમય પહેલાં લવ રંજનના ઘર બહાર દીપિકા અને રણબીર સાથે દેખાયાં હતાં. આ મિટિંગ બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે દીપિકા અને રણબીર લવ રંજનની આગામી ફિલ્મમાં સાથે દેખાઈ શકે છે. પરંતુ સોશિયલ મીડિયા પર દીપિકાના ફેન્સે ઈંનોટમાયદીપિકા કેમ્પેઇન શરૂ કર્યું જેમાં લોકોએ તેને મીટૂના આરોપી સાથે કામ ન કરવાનો આગ્રહ કરી રહ્યા હતા. દીપિકાએ તેના ફેન્સની લાગણીને માન આપી લવ રંજનની ફિલ્મ રિજેક્ટ કરી દીધી.