‘નચ બલિયે ૯’ના વિનર ‘દબંગ ૩’ ફિલ્મના ડાન્સ નંબરમાં દેખાશે

મુંબઈ,
ટીવી રિયાલિટી શો ‘નચ બલિયે’ની નવમી સીઝન શરૂ થઇ ગઈ છે. આ કપલ ડાન્સ શોને સલમાન ખાન પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ સિવાય સલમાન ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’ પણ પ્રોડ્યૂસ કરે છે. એટલે સલમાન ખાન હવે ફિલ્મોની સાથે ટીવી શો પણ પ્રોડ્યૂસ કરે છે. સલમાને તેના શોના વિજેતાને અલગ રીતે ખુશ કરવાનો વિચાર કર્યો છે. શોની વિનિંગ જાડીની લેડીને સલમાનની અપકમિંગ ફિલ્મ ‘દબંગ ૩’માં પર્ફોર્મ કરવાનો સલમાન ચાન્સ આપશે. વિનિંગ જાડીની ફિમેલને સલમાનની ફિલ્મ ‘દબંગ ૩’ના ડાન્સ નંબરમાં ઠુમકા લગાવવાનો મોકો મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, સલમાન અને તેની ટીમ શો પર નજર રાખી રહ્યા છે જેથી વિનર અનાઉન્સ થાય કે તરત તે ફિલ્મના સ્પેશિયલ સોન્ગ માટે શૂટિંગ કરે. સલામને પહેલેથી જ ટીમ સાથે પ્લાનની ચર્ચા કરી લીધી છે. ફિલ્મમેકર્સનો પ્લાન એવો છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કરી લેવામાં આવે.