કરીનાએ જાહેર કરી ઈચ્છા… ‘તૈમુરને દાદાની જેમ ક્રિકેટર બનાવશે’

મુંબઈ,
કરીના કપૂર ખાને તેના પુત્ર તૈમૂર અલી ખાન વિશે એક ખુલાસો કર્યો છે, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રી કરીના કપૂર આજકાલ ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ હોસ્ટ કરી રહી છે. તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ શો પર પહોંચ્યા હતા. આ શોમાં કપિલ દેવને જાઈને કરીના કપૂર ખાને તૈમૂર અલી ખાન વિશે પોતાના દિલની વાત કહી. કરીનાએ આ શો પર કહ્યું હતું કે તે તૈમૂરને તેમના દાદા મૈસૂર અલી ખાન પટોડીની જેમ ક્રિકેટર બનાવવા માંગે છે. અભિનેત્રી કરીના કપૂર ખાન કપિલ દેવને જાઇને ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ના સ્ટેજ પર ખૂબ જ ઉત્સાહિત હતી અને તૈમૂર અલી ખાન માટે કપિલ દેવ સાથે એક નાના બેટમાં ફોટોગ્રાફ પણ લીધા હતા.આ સમય દરમિયાન પ્રેક્ષકોએ ખૂબ વખાણ કર્યા. તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૈમૂર અલી ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો, આ વીડિયોમાં તૈમૂર પાણીમાં રમતો જાવા મળ્યો, આ દરમિયાન તેની સાથે માતા કરીના કપૂર પણ હાજર હતી.