‘મિશન મંગલ’નું બીજું ટ્રેલર રિલીઝ

‘મિશન મંગલ’નું બીજું ટ્રેલર રિલીઝ
Spread the love

મુંબઈ,
અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’નું બીજું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. હાલમાં અક્ષય કુમાર આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. બે મિનિટ ને ૧૦ સેકન્ડ્‌સના આ ટ્રેલરમાં મંગળયાન માટે કેવી તૈયારીઓ કરવામાં આવી, તે વાત બતાવવામાં આવી છે. નવા ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે મંગળ પર યાન પહેલાં પ્રયત્ને પહોંચી શક્્યુ નથી. આથી જ ભારતમાં આ યાનને લઈ કેટલી તૈયારીઓ કરવામાં આવી હતી અને આ પ્રયત્નો સફળ થાય તે માટે કેટલી મહેનત કરવામાં આવી હતી, તે બાબત ટ્રેલરમાં બતાવવામાં આવી છે. ૧૫ ઓગસ્ટના રોજ અક્ષય કુમારની ‘મિશન મંગલ’ ઉપરાંત હોલિવૂડ ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન હોલિવૂડ’ તથા જ્હોન અબ્રાહમની ‘બાટલા હાઉસ’ પણ રિલીઝ થાય છે. આટલું જ નહીં સૈફ અલી ખાનની વેબ સીરિઝ ‘સેક્રેડ ગેમ્સ ૨’ પણ આ જ દિવસથી સ્ટ્રીમ થશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!