સાઈ માંજરેકરનો લૂક છુપાવવા ‘દબંગ-૩’નાં સેટ પર સેલફોન થયો બેન

મુંબઈ,
સુપર સ્ટાર સલમાન ખાન પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ-૩ના શૂટિંગમાં વ્યસ્ત છે અને તેમણે હાલમાં ફિલ્મને લઈને એક ઓર્ડર જાહેર કર્યો છે. આ ઓર્ડરમાં જણાવ્યા મુજબ, ફિલ્મના સેટ પર સેલફોનના ઉપયોગ પ્રતિબંધ હશે. એક રિપોટ્ર્સ અનુસાર, આ પ્રતિબંધનું કારણ સલમાન ખાન મહેશ માંજરેકરની દીકરી સાઈ માંજરેકરનો લૂક છુપાવવા માટે ઈચ્છે છે. સાઈ આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. ફિલ્મની વાર્તા ફ્લેશબેકમાં હશે અને સલમાન યુવાન હશે. આ સમય ગાળા દરમિયાન તેઓ લવ ઇન્ટરેસ્ટનું પાત્ર નિભાવશે. નો સેલફોનનો નિયમ એટલો કડક છે કે ફિલ્મ સાથે જાડાયેલા દરેક લોકોને સેટ પર એન્ટ્રી લેતા પહેલા પોતાના ફોન કાઉન્ટર પર જમા કરાવવા પડે છે. ફિલ્મ મેકર્સ આ વખતે ખૂબ જ સાવધાની દાખવી રહ્યા છે કારણકે એપ્રિલમાં જયારે ટીમ મધ્યપ્રદેશના મહેશ્વર ખાતે શૂટિંગ કરી રહી હતી ત્યારે ફિલ્મનું એક ગીત ઓનલાઇન લીક થઇ ગયું હતું. આ ગીતમાં સલમાન ખાન બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે નજરે પડે છે. આ જ કારણથી તેઓ આ વખતે સાઇની પહેલી ફિલ્મને લઈને કોઈ ચાન્સ લેવા માટે ઇચ્છતા નથી.