ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિનની ભવ્ય્ ઉજવણી

ભરૂચ
સંયુક્તા રાષ્ટ્રનસંઘ ધ્વાધરા દર વર્ષે ૯ મી ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત અનુસંધાને રાજ્ય્ સરકાર ધ્વા-રા ચાલુ વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યવના જિલ્લા/તાલુકાઓમાં ઉજવવાનો નિર્ણય કરેલ છે. આ કાર્યક્રમના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ સ્વામી નારાયણ મંદિર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યૂક્ષસ્થારને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ સાંસદશ્રી મનસુખભાઇ વસાવા પણ જોડાયા હતા. આદિવાસી સાંસ્કૃરત્તિક કલામંડળો, વિદ્યાર્થીઓએ પરંપરાગત આદિવાસી નૃત્યોવ, વેશભૂષા અને વાદ્યોની સંગીતમય સૂરાવલીઓ સાથે અધ્યક્ષશ્રીનું ઉમળકાભેર સ્વાચગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુંન હતું કે, આદિકાળથી આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક રહ્યો છે. જળ, જમીન અને જંગલોની જાળવણી કરનાર આ સમાજની સંસ્કૃ તિ, વિરાસત, પરંપરાગત વારસાની જાળવણી માટે રાજય સરકાર પણ આદિવાસી દિવસની ભવ્ય. ઉજવણીમાં જોડાય છે. આઝાદીની લડતમાં આદિવાસી સમાજનું પણ અનેરૂ યોગદાન રહ્યું છે તેનો ઉલ્લેખ કરતા અધ્યક્ષશ્રીએ જણાવ્યુંં કે, દરેક સમાજ સાથે આદિવાસી સમાજ પણ ખભેખભા મિલાવીને ચાલી શકે તે માટે અનેકવિધ યોજનાઓ દ્વારા સર્વાંગીણ વિકાસ અર્થે રાજય સરકાર કાર્ય કરી રહી છે.
તેમણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવતાં આદિવાસી સમાજે દેશમાં સુશાસનની સ્થા પના માટે અનેક બલિદાનો આપ્યાે છે તેનો ઉલ્લેખ કરીને આદિવાસી સમાજના ભવ્યક ઈતિહાસની ગૌરવગાથા વર્ણવી હતી અને ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તાાર માટે કરેલા વિકાસકાર્યોની ઝાંખી કરાવી હતી. આદિવાસી વિસ્તારોમાં સધન વિજળીકરણ, આરોગ્યલક્ષી સુવિધાઓ, પુરક પોષણક્ષેત્રની વિવિધ યોજનાના અસરકારક અમલીકરણને પગલે દરેક આદિવાસીઓના ઘરોમાં ઉજવળ ભવિષ્યનું અજવાળું છવાયું છે તેમ પણ જણાવ્યું હતું.
સાંસદશ્રી મનસુખભાઇ વસાવાએ આદિવાસી વિસ્તાંરની સમસ્યાેઓ, તાસીર અને તસ્વીરર પોતાના વિચારો ધ્વાીરા રજૂ કરી સૌને મંત્રમૃગ્ધવ કર્યા હતા. પ્રાયોજના વહીવટદાર અને ઈન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટરશ્રી જયદિપસિંહ પી. અસારીએ સ્વાસગત પ્રવચન ર્ક્યુંર હતું અને જિલ્લાના આદિજાતિ વિસ્તાનરમાં થયેલા વિકાસ કાર્યોની ઝાંખી કરાવી હતી. આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગની યોજનાકીય સિધ્ધિુ દર્શાવતી સીડીનું નિદર્શન રજૂ થયું હતું જેને સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે દિપપ્રાગટય, પ્રકૃતિપૂંજા મહાનુભાવોના હસ્તેં થયું હતું. અધ્યક્ષશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તેજ આદિવાસી સમાજના ધોરણ-૧૦ તથા ૧૨ ના તેજસ્વીય તારલાઓ, પ્રગતિશીલ ખેડૂતો, રાજ્યં તેમજ રાષ્ટ્રી ય કક્ષાએ સ્પોેર્ટ્સામાં ઝળકેલા ખેલાડીઓ, વિવિધક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરેલ મહાનુભાવોનું સન્માિન, સમાજસેવા કે અન્યમ ક્ષેત્રમા વિશિષ્ટએ પ્રદાન કરેલ મહાનુભાવો, નિવૃત્ત અધિકારીશ્રીઓનું તથા વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોના ચેકો, અધિકારપત્રો તથા કીટનું વિતરણ- બહુમાન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા આગેવાન-પદાધિકારીશ્રીઓ, આદિવાસી મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યાનમાં આદિવાસી સમાજના અગ્રણીઓ, નાગરિકો ઉપસ્થિરત રહ્યા હતા.