ગુરુ રંધાવા રેપર પિટબુલ સાથે મળી સ્પેનિશ સોન્ગ બનાવશે

મુંબઈ,
પંજાબી સિંગર ગુરુ રંધાવા જેણે આ વર્ષે એપ્રિલ મહિનામાં જ ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું તે હવે સ્પેનિશ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ પહેલું ડગલું ભરવાનો છે. મેરિકન રેપર પિટબુલ સાથે તેણે ‘સ્લોલી સ્લોલી’ મ્યુઝિક વીડિયો રિલીઝ કર્યો હતો. હવે બન્ને ફરીવાર એક સ્પેનિશ સોન્ગ ‘MUEVE LA CINTURA’ માટે ભેગા થયા છે. ગુરુ રંધાવાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતાં લખ્યું કે, ‘સર પિટબુલ અને મારા ભાઈ ટીટો એલ બામ્બીનો સાથેનું મારું પહેલું સ્પેનિશ સોન્ગ ટૂંક સમયમાં બહાર આવશે. ચાલો ફરી આ સોન્ગ સાથે ઈન્ડિયાને દુનિયાભરમાં લઇ જાય.’
આ સોન્ગ એપ્રિલમાં ‘ટી સિરીઝ’ની યુ ટ્યુબ ચેનલ પર રિલીઝ થયું હતું. આ સોન્ગને અત્યાર સુધી ૧૭૫ મિલિયનથી પણ વધુ લોકો જાઈ ચૂક્્યા છે. આ સોન્ગ અમેરિકાના માયામીમાં શૂટ થયું હતું.