અટલ પેન્શન યોજનાનો વ્યાપ વધારવાના હેતુથી લીડ બેંક દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો

સુરત
નાના વ્યાપારીઓ, અસંગઠિત ક્ષેત્રના કામદારો અટલ પેન્શન યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવા આશયથી સુરતની લીડ બેંક દ્વારા ‘અટલ પેન્શન યોજનાના નાગરિકોની પસંદ-૨૦૧૯’ વિષય પર ટાઉનહોલ સેમિનારનું આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેળાએ બેંક ઓફ બરોડાના ડેપ્યુટી રીજ્યોનલ હેડ શ્રી એલ.સી.ગોયલે જણાવ્યું હતું કે, અટલ પેન્શન યોજના અસંગઠિત કામદારો તથા વ્યાપારી સંગઠનોમાં કાર્ય કરતા લોકો માટે આશીર્વાદરૂપ છે. આ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.સ્ટેટ બેંકના અધિકારીશ્રી પરમાર તથા શ્રી કાપડિયા દ્વારા અટલ પેન્શન યોજના વિશે ઘણી જ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. આરસેટીના ફેકલ્ટી મહેન્દ્ર કોટવાળીયાએ વિવિધ તાલીમ દ્વારા રોજગારીના સર્જન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલશ્રી મિસ્ત્રી તથા આઈ.ડી.બી.આઇ. બેંકના ચિંતન દેસાઈ તથા રોજગાર કચેરીના બિપીન માંગુકિયા અને પ્રમોદ મિશ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આભાર વિધિ કરતા લીડ બેંક મેનેજરશ્રી રસિક જેઠવાએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માનતા સરકારી વિવિધ યોજનાઓ વિશે લોકોને વધુ ને વધુ માહિતી જનતા સુધી પહોંચે અને વધુ ને વધુ લોકો અટલ પેન્શન યોજના, જીવન સુરક્ષા વીમા યોજના જેવી વિવિધ યોજનાઓ નો છેવાડાના લોકો પણ લાભ લેતા થાય એ માટે દરેક બેન્કો સતત પ્રયત્નશીલ છે તેમ જણાવી દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.