‘સાહો’નું ટ્રેલર ૧૦ ઓગસ્ટે રિલીઝ થશે

મુંબઈ,
પ્રભાસ અને શ્રદ્ધા કપૂર સ્ટારર બિગ બજેટ એક્શન ફિલ્મ ‘સાહો’ની ટ્રેલર ડેટ જાહેર કરાઈ છે. ફિલ્મની સ્ટારકાસ્ટે ખુદ નવા પોસ્ટર સાથે ટ્રેલરની રિલીઝ ડેટ ૧૦ ઓગસ્ટ જાહેર કરી છે. ફિલ્મ વર્લ્ડવાઈડ ૩૦ ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું નવું પોસ્ટર અને ટ્રેલર ડેટ લોન્ચ કરતાં પ્રભાસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘ડાર્લિન્ગસ, સાહોની દુનિયામાં એન્ટર થવાનો સમય આવી ગયો છે. સાહો ટ્રેલર ૧૦ ઓગસ્ટના આવશે.’ ફિલ્મમાં ચંકી પાંડે અને નીલ નીતિન મુકેશ નેગેટિવ રોલમાં છે. ફિલ્મના બે સોન્ગ પણ રિલીઝ થઇ ચૂક્્યા છે. ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય નીલ નીતિન મુકેશ, સાઉથ સ્ટાર અરુણ વિજય અને ચંકી પાંડેના ફર્સ્ટ લુક રિલીઝ થઇ ચૂક્્યા છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં પ્રભાસ, શ્રદ્ધા, નીલ નીતિન, અરુણ વિજય, ચંકી પાંડેની સાથે મંદિરા બેદી પણ સામેલ છે. આ ફિલ્મને સુજીતે ડિરેક્ટ કરી છે. આ એક્શન પેક્ડ ફિલ્મ ૩૦ ઓગસ્ટના રોજ હિન્દી, તમિળ, તેલુગુ અને મલયાલમ ભાષામાં રિલીઝ થઇ રહી છે.