પ્રિયંકા-નિક જાનસ અધધધ…૧૪૧ કરોડમાં નવું ઘર ખરીદશે..!!

મુંબઈ,
પ્રિયંકા ચોપડા જાનસ લગ્ન પછી પોતાની પર્સનલ લાઇફ વિશે સતત ચર્ચામાં રહે છે. પ્રિયંકા અને તેના પતિ નિક જાનસની પર્સનલ લાઇફ સાથે સંકળાયેલ ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. તાજેતરમાં, તેમના વેકેશન સંબંધિત ફોટાઓ સામે આવ્યા હતા. હાલમાં વેકેશનથી દૂર થઈને, બંને હવે પોતાના માટે નવું ઘર શોધી રહ્યા છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, પ્રિયંકા અને નિક કરોડોના બજેટ સાથે લોસ એન્જેલિસમાં એક નવું ઘર ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યા છે. આ પગલુ નિક જાનસ તેમની પત્ની પ્રિયંકા ચોપડા માટે ઉઠાવી રહ્યા છે. એક રિપોર્ટ મુજબ નિક જાનાસે લગ્ન પહેલા લાસ એજલિસમાં પોતાનું જૂનું મકાન વેચ્યું હતું. જેની કિંમત આશરે ૫૦ કરોડ હોવાનું કહેવાય છે. બંને હવે નવું ઘર શોધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે નવા મકાન માટે પ્રિયંકા અને નિકનું બજેટ ૨૦ મિલિયન ડોલર એટલે કે ૧૪૧ કરોડ રાખવામાં આવ્યું છે. નિક તેની પત્ની માટે મોટું ઘર લેવાની યોજનામાં છે. ૬.૯ મિલિયન ડોલર આ નવું ઘર લેવા માટે, નિક જાનસે તેમના જૂના મકાનને ૬.૯ મિલિયન ડોલર એટલે કે લગભગ ૪૮ કરોડમાં વેચ્યું હતું.