આતિફ અસલમે ભારત સામે ઝેર ઓકતા લોકોએ લઇ લીધો ઉધડો

આતિફ અસલમે ભારત સામે ઝેર ઓકતા લોકોએ લઇ લીધો ઉધડો
Spread the love

કરાંચી,
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ ખત્મ કર્યા બાદથી જ પાકિસ્તાન રઘવાયું થયું છે અને આ જ સ્થિતિ ત્યાંના કલાકારોની પણ છે. માહિરા ખાન અને માવરા હોકેન બાદ સિંગર આતિફ અસલમે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. આતિફ દ્વારા કાશ્મીર મુદ્દો ઉછાળવા પર ભારતીય ફેન્સે તેનો ઉધડો લઈ લીધો હતો. આતિફે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘કંઇક મોટું તમારા લોકો સાથે શેર કરતાં ખુશઈ થઇ રહી છે. ઇન્શાઅલ્લાહ, હું જલ્દીજ મારી લાઇફની સૌથી મહત્વની સફર પર નિકળવાનો છું. હજ પર જતા પહેલા હું દરેકની માફી માંગવા ઇચ્છું છું, ભલે એ મારા ફેન્સ હોય, પરિવાર હોય કે દોસ્ત હોય. જા મે કોઇની ભાવનાને દુખ પહોંચાડ્યું હોય તો માફ કરી દો. દુઆઓમાં મને યાદ રાખજા.’ આ સાથે જ હું કાશ્મીરીઓ પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરુ છું. અલ્લાહ કાશ્મીર અને દુનિયાભરના નિર્દોષ લોકોને મદદ કરે. જાકે એ પછી આતિફ અસલમ સામે સોશ્યલ મીડિયા પર ભારે રોષ ફાટી નિકળ્યો છે. યુઝર્સ આતિફ અસલમને અરિસો બતાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, હવે લાંબા સમય સુધી તને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ મળે તેવી કોઈ શક્્યા નથી. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ભાઈ તુ પાકિસ્તાનનુ ધ્યાન રાખ, બીજા દેશની ચિંતા કરવાની તારે કોઈ જરુર નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!