‘બાહુબલી’ના એક્ટર મધુ પ્રકાશની દહેજના કેસમાં ધરપકડ કરાઈ

હૈદરાબાદ,
‘બાહુબલી’માં કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે કામ કરનાર મધુ પ્રકાશની તેની પત્નીને હેરાન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મધુ પ્રકાશની પત્ની ભારતીએ મંગળવારે આત્મહત્યા કરી લીધી હતી. મધુ અને ભારતીનાં લગ્ન ૨૦૧૫માં થયાં હતાં. ભારતી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. તેણે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. ભારતીના પિતાએ તેના જમાઈ મધુ પ્રકાશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. ભારતીની માતાએ ફરિયાદ કરી કે, મધુ તેમની દીકરીને દહેજ માટે ટોર્ચર કરતો હતો. મધુએ તેને ઘણીવાર મારી પણ હતી જેને કારણે તેણે આત્મહત્યા કરી લીધી. ભારતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે મધુને પકડી લીધો છે. ભારતીની આત્મહત્યાનું કારણ મધુનું કામ હતું. મધુ ઘરે લેટ આવતો હતો તે જ વાતથી ભારતી હેરાન હતી. મોડી રાત સુધી મધુનું શૂટિંગ કરવાનું ભારતીને જરા પણ પસંદ ન હતું. આ કારણે બંને વચ્ચે ઘણા ઝઘડાં થતાં. ભારતી તેનાં સાસુ-સસરા સાથે રહેતી હતી.