શાહિદ કપૂરે ‘ડિયર કોમરેડ’માં કામ કરવાનો નનૈયો ભણ્યો

મુંબઈ,
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘કબીર સિંહ’માં કામ કર્યુ હતું. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશિયલ હિંદી રીમેક છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. આ ફિલ્મ બાદ શાહિદ કપૂરે એક પણ નવી ફિલ્મ સાઈન કરી નથી અને તેથી જ ચાહકો એક્ટરની આગામી ફિલ્મને લઈ ઘણાં જ ઉત્સુક છે. હાલમાં જ કરન જાહરે તેલુગુ ફિલ્મ ‘ડિયર કોમરેડ’ના હિંદી રાઈટ્સ ખરીદ્યા છે. આ ફિલ્મ સાઉથ સ્ટાર વિજય દેવરાકોન્ડાની છે. કરન જાહરે શાહિદને ‘ડિયર કોમરેડ’ની ઓફર કરી હતી. જાકે, શાહિદે આ ફિલ્મમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શાહિદ કપૂરનો ‘ડિયર કોમરેડ’ માટે કરન જાહરે સંપર્ક કર્યો હતો. જાકે, તેણે એમ કહીને ના પાડી કે તે હવે વિજય દેવરાકોન્ડાની બીજી ફિલ્મની રીમેકમાં કામ કરવા માગતો નથી. ઉલ્લેખનીય છે કે ‘અર્જુન રેડ્ડી’માં વિજય દેવરાકોન્ડા લીડ રોલમાં હતો. સાઉથમાં ‘ડિયર કોમરેડ’ ફ્લોપ ગઈ છે.