અક્ષય કુમાર તૈમુરને હિન્દી સિનેમાનું ભવિષ્ય માને છે

મુંબઈ,
અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલની જબરદસ્ત ચર્ચા છે. ફિલ્મની સ્ટારકાસ્ટ આ દિવસો પ્રમોશનમાં વ્યસ્ત છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે અક્ષય કુમારને પુછાયું કે, કયો એક્ટર હિન્દી સિનેમાનું ફ્યુચર છે. પોતાના સેન્સ ઓફ હ્યુમર માટે મશહૂર ખેલાડી અક્ષયે જવાબમાં આમિર-શાહરૂખ-સલમાનના નામ છોડીને જેનું નામ લીધું તે ચર્ચામાં છે. ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષય માટે હિન્દી સિનેમાના ફ્યુચર સ્ટારના જવાબ આપવો મુશ્કેલ થઈ રહ્યો હતો. ત્યારે તાપસી પન્નુએ તેને કહ્યું કે, તે તૈમુરનું નામ લઈ લે. પછી અક્ષય કુમારે મજાકમાં તૈમુર અલી ખાનનું નામ લીધું હતું. જે બાદ વિદ્યા બાલન જારથી હસી પડી હતી. અને કહ્યું કે, આ બેસ્ટ જવાબ છે. મને પસંદ આવ્યો. તૈમુર હાલ દેશભરમાં ખુબ જ પોપ્યુલર છે. તેના અનેક ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરના આ લાડલાંની દેશભરમાં ફેન ફોલોઈંગ છે. તો અક્ષય કુમારની મિશન મંગલ ફિલ્મ ૧૫ ઓગસ્ટે રિલીઝ થશે. જે જ્હોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ સાથે ટકરાશે.