દાંતા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને આવેદન

દાંતા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને આવેદન
Spread the love

ગુજરાત સરકાર એક બાજુ સબ સલામત નો દાવો કરી રહી છે જયારે ભારત દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા વિશ્વ મા ગુજરાત અને ભારત ના ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે મોદી ના ગૃહ રાજ્ય ગુજરાત મા પરીસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે ,એક તરફ મહિલા સશક્તિકરણ ની વાતો મોટા પાયે કરાય છે ત્યારે ગુજરાત ના સૌથી પછાત તાલુકા દાંતા ની આંગણવાડી બહેનો એ આજે વરસતા વરસાદ મા વિવિધ માંગણીઓ ને લઈને આવેદનપત્ર આપી પોતાની વિવિધ માંગો સાથે નું આવેદનપત્ર મુખ્યમંત્રી થી લઇ વિવિધ વિભાગો ને કરતા સન્નાટો છવાઈ ગયો હતો આજે 225 કરતા વધુ બહેનો હાજર રહી પોતાની એકતા નો પરિચય આપ્યો હતો_

*આ હતી મુખ્ય રજુઆત*

*[1] આ બહેનો નો આરોપ છે કે સવારે 10 વાગે ઓડીટ કરવા બહેનો ને બોલાવવા છતા કોઈ અધિકારી ઓફિસ મા 12 વાગે સુધી આવતા નથી*

*[2] અધિકારીઓ બાળકો ને આંગણવાડી મા સવારે 9 વાગે બોલાવે છે પણ બાળકો મોડા આવતા હોઈ સમય મા ફેરફાર કરવો તેવી રજૂઆત બહેનો એ કરી હતી*

*[3] આંગણવાડી મા બહેનો ને રજા જોઈએ તો પણ રજા આપવામા આવતી નથી ,સામાજીક કામ હોવા છતા રજા આપવામા આવતી નથી*

*[4] આંગણવાડી મા બહેનો ના ચોપડા ભરાઈ ગયા હોવા છતાં નવા આપવામા આવતા નથી અને નવા ચોપડા લાવવા માટે બહેનો ને પોતાના પૈસા થી લાવવા માટે કહેવાય છે*

*[5] 16 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધી એટલે કે  ત્રણ દિવસ સુધી બધી બહેનો રજા ઉપર રહેશે તેવુ આજ ના આવેદનપત્ર મા જણાવ્યુ હતુ*

*[6] આ આવેદનપત્ર મા કુલ 8 મુખ્ય માંગણીઓ સુચવવામાં આવી હતી અને તેની ઉપર તુરંત અમલ થાય તેવી માંગ કરાઈ છે

Amit Patel

Amit Patel

Right Click Disabled!