બામણવાડ ગામે પવિત્ર શ્રાવણ માસે ભજન કીર્તન કાર્યક્રમ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
મોડાસા તાલુકાના બામણવાડ ગામે ચાલતા પવિત્ર માસ શ્રાવણ માસમાં પ્રણામી ગોવિંદભાઈ ધનાભાઈ (નિવૃત્ત PSI) ના નિવાસ સ્થાને તેમના ધર્મપત્ની સ્વ. શાંતાબેન ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ભજન કિર્તન સત્સંગ એક અનોખો કાર્યક્રમ યોજાયો. જેમાં ગામના અને અનેક ગામના સુંદરસાથે સેવાનો લાભ લીધો હતો. આવેલ તમામ મહેમાનોએ ભોજન પ્રસાદનો લાભ લઇ ભજન કીર્તન સત્સંગનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.