દાંતાની આંગણવાડી બહેનો પડતર માંગણીઓને લઈને લડી લેવાના મુડમાં

સ્લગ :- ” આજે દાંતા તાલુકા ની આંગણવાડી બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને ફરીથી દાંતા ખાતે આંગણવાડી કેન્દ્રો ની ઓફીસ ઉપર આક્રમક બની ને તંત્ર સાથે લડી લેવાના મુડમાં જોવા મળી, આજે પણ 200 થી વધુ મહિલાઓ હાજર રહી ”
_ગુજરાત ના અતિ પછાત એવા દાંતા તાલુકામાં વિવિધ જગ્યાઓ અને ગામો મા આંગણવાડી કેન્દ્રો સરકાર તરફથી શરૂ કરાયા છે અહી આંગણવાડી કેન્દ્ર ની સંચાલિકા તરીકે મહિલાઓ ની નિમણુક કરવામાં આવી છે, પણ પાછલા ઘણા સમયથી આવી બહેનો સાથે ભારોભાર અન્યાય થઇ રહ્યો છે, આ આંગણવાડી કેન્દ્રો પર સરકાર તરફથી જે સુવિધાઓ આપવામાં આવે છે તેમાં ભારે પોલમપોલ ચાલી રહ્યું છે, અને આજ કારણોસર આવી બહેનો ને ન્યાય માટે રોડ ઉપર આવવુ પડે છે_
એક મહિલાને ચક્કર આવતા ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી
_આજે પોતાના હક્કો માટે રજૂઆત કરવા ભેગી થયેલી બહેનો પોતાની ઓફિસ ખાતે ભેગી થઈ હતી, જેમાં એક મહિલાને ચક્કર આવતા તેને ૧૦૮ મારફતે દાંતા પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી હાલ મહિલા ની તબિયત સ્વસ્થ છે_
ગઈ કાલે બહેનો યે આ રજૂઆત કરી હતી
_સરકાર એક બાજુ સબ સલામત નો દાવો કરી રહી છે જયારે ભારત દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખા વિશ્વ મા ગુજરાત અને ભારત ના ગુણગાન ગાઈ રહ્યા છે ત્યારે મોદી ના ગૃહ રાજ્ય ગુજરાત મા પરીસ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે ,એક તરફ મહિલા સશક્તિકરણ ની વાતો મોટા પાયે કરાય છે ત્યારે ગુજરાત ના સૌથી પછાત તાલુકા દાંતા ની આંગણવાડી બહેનો એ આજે વરસતા વરસાદ મા વિવિધ માંગણીઓ ને લઈને આવેદનપત્ર આપી પોતાની વિવિધ માંગો સાથે નું આવેદનપત્ર મુખ્યમંત્રી થી લઇ વિવિધ વિભાગો ને કરતા સન્નાટો છવાઈ ગયો હતો આજે 225 કરતા વધુ બહેનો હાજર રહી પોતાની એકતા નો પરિચય આપ્યો હતો_
આ માંગો ઉપર અડગ છે બહેનો 200 થી વધુ બહેનો હતી
[1] આ બહેનો નો આરોપ છે કે સવારે 10 વાગે ઓડીટ કરવા બહેનો ને બોલાવવા છતા કોઈ અધિકારી ઓફિસ મા 12 વાગે સુધી આવતા નથી [2] અધિકારીઓ બાળકો ને આંગણવાડી મા સવારે 9 વાગે બોલાવે છે પણ બાળકો મોડા આવતા હોઈ સમય મા ફેરફાર કરવો તેવી રજૂઆત બહેનો એ કરી હતી [3] આંગણવાડી મા બહેનો ને રજા જોઈએ તો પણ રજા આપવામા આવતી નથી ,સામાજીક કામ હોવા છતા રજા આપવામા આવતી નથી*[4] આંગણવાડી મા બહેનો ના ચોપડા ભરાઈ ગયા હોવા છતાં નવા આપવામા આવતા નથી અને નવા ચોપડા લાવવા માટે બહેનો ને પોતાના પૈસા થી લાવવા માટે કહેવાય છે
[5] 16 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ સુધી એટલે કે ત્રણ દિવસ સુધી બધી બહેનો રજા ઉપર રહેશે તેવુ આજ ના આવેદનપત્ર મા જણાવ્યુ હતુ [6] આ આવેદનપત્ર મા કુલ 8 મુખ્ય માંગણીઓ સુચવવામાં આવી હતી અને તેની ઉપર તુરંત અમલ થાય તેવી માંગ કરાઈ છે