લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા શ્રમિકોને ખીચડી અને છાશનું વિતરણ

લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા શ્રમિકોને ખીચડી અને છાશનું વિતરણ
Spread the love
આ સેવાકીય પ્રવૃત્તિ માટે પૂર્વ ખજાનચી લાયન પ્રવિણભાઇ ચૌધરી દ્વારા આર્થિક સહયોગ

લાયન્સ ક્લબ ગાંધીનગર દ્વારા આજે તા.૧૭-૦૮-૨૦૧૯ના રોજ ફુડ ફોર હંગર કાર્યક્રમ અંર્તગત ફુડ ફોર ફંગર સમિતિના ચેરમેનશ્રી મૌલિકભાઇ ચૌધરી દ્વારા વરસાદની સિઝનને લીધે ચુલા પર રાંધતા ગરીબ પરિવારોને ધ્યાને રાખી ગરીબ શ્રમિક વિસ્તારમાં જઇ ૬૦૦ થી વધુ શ્રમિક તેમજ તેઓના પરિવારને ગરમા ગરમ ખિચડી અને છાશનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય પ્રવૃત્તિ ના મુખ્ય દાતા પૂર્વ ખજાનચી લાયન્સ ક્લબ ગાંધીનગર લાયન પ્રવિણભાઇ ચૌધરી રહ્યાં હતાં.

પૂર્વ મેયર ગાંધીનગર મહાનગરપાલિકા પ્રવિણભાઇ પટેલ અને લાયન પ્રિતિબેન શર્મા, લાયન પલલવીબેન ગુપ્તે દ્વારા પણ આર્થિક સહયોગ પુરો પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લાયન સભ્યો અને લીયો ક્લબ ગાંધીનગરના સભ્યો મોટી સંખ્યામાં જોડાઇ સેવામાં સહભાગી બન્યાં હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!