ડીસા ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં આદર્શ શાળાના બાળકોનો ઉત્કૃષ્ટ દેખાવ..

શામળ નાઈ , દિયોદર
ડિસામાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ડિસાની આદર્શ શાળાના વિદ્યાર્થીઓનો શાનદાર દેખાવ રહ્યો હતો. આદર્શ શાળાની પ્રાથમિક ટીમ પ્રથમ નંબરે, માધ્યમિક ટીમ પ્રથમ નંબરે, તેમજ સંસ્કૃત ગીતમાં પણ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યુ હતું. દરેક સ્પર્ધક, માર્ગદર્શક અને સંગીત શિક્ષકોની મહેનતે ખરેખર રંગ લાવી શાળાને ગૌરવભર્યુ સ્થાન અપાવ્યુ હતું.