ડીસા શહેરમાં રખડતાં ઢોર બાબતે નગરપાલિકા તંત્ર અજાણ…?

અમિત પટેલ, અંબાજી
બનાસકાંઠા જીલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં જાણે અધિકારીઓને મોકળું મેદાન મળી ગયું હોય તેવું હાલ ના સમય સંજોગે લાગી રહ્યું છે ત્યારે સત્તાધીશો પણ પોતાની ઓફિસમાં એસીની ઠંડી હવા ખાવામાં મશગૂલ હોય તે વાતને નકારી શકાય તેમ નથી. વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે જોકે રખડતા ઢોરોના કારણ છેલ્લા ત્રણ મહિનામાં 15 થી વધુ લોકોને અડફેટમાં લેવાના બનાવો પણ બની ચૂક્યા છે છતાં પણ આ બાબતે નગરપાલિકા તંત્ર મૂકપ્રેક્ષક બની નરી આંખે તમાશો નિહાળી રહ્યા હોય કેવું દેખાઈ રહ્યું છે ત્યારે ડીસા શહેરના મુખ્ય માર્ગો પર દિન-પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે રખડતા ઢોરોના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે આ બાબતે ડીસા નગરપાલિકામાં સ્થાનિક લોકોએ અવારનવાર નગરપાલિકાના સત્તાધીશોને લેખિત તથા મૌખિક ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ નગરપાલિકામાં બેઠેલા જાડી ચામડીના અધિકારીઓ આ વાતને નજરઅંદાજ કરી રહ્યા છે ત્યારે હાલના સમય સંજોગ ડીસા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે ભવિષ્યમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સત્વરે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળ મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.