ગાંધીનગરના નવયુવાન રાહુલ સુખડિયાએ જન્મદિનની અનોખી રીતે કરી ઉજવણી

ગાંધીનગરના નવયુવાન રાહુલ સુખડિયાએ જન્મદિનની અનોખી રીતે કરી ઉજવણી
Spread the love
હમણાં જ ગાંધીનગરમાં બીજી વખત ઐતિહાસિક શૌર્ય મહાયાત્રા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને યાત્રા ખુબ જ શાંતિ પુર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. તે બદલ અમારા ગ્રૂપે શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ ના બાળકો નો ખુબ ખુબ આભાર માન્યો હતો. શૌર્ય મહાયાત્રા સફળ બનાવવા ના ભાગ રૂપે રાહુલ સુખડીયા, સુરજ મુંજાણી અને દિપ બોડા ના જન્મદિવસ ની ઉજવણી શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત સમર્પણ હોસ્ટેલ ના 250 બાળકો સાથે રહી તેમના સમર્પણ કેમ્પસ મા ગરબા અને અલગ અલગ સાંસ્કૃતિક ક્રુતિઓ રજી કરી અને સાથે સાથે સુખડી કટીંગ કરી અને સાથે સાથે નાસ્તાનુ વિતરણ કરી ઊજવણી કરવામાં આવી હતી. ત્યાના અમુક નિયમ સમાજ ને એક સામાંજીક મેસેજ આપે છે, જેમકે હોસ્ટેલ મા કોઈ પણ બાળક નો જન્મ દિવસ હોય તો એક ચોખ્ખા ઘી ની સુખડી માં કેક જેવો આકાર બનાવી કાપી અને સાથે સાથે દિવો કરવાનો પણ તેને બુજાવવાનો નહીં. ખરેખર જન્મ દિવસ ની અદભૂત ઊજવણી સમર્પણ હોસ્ટેલ માં થાય છે. ત્યાં નુ વાતાવરણ, શિસ્ત, રહેણી કહેતી, અને તમામ મેનેજમેન્ટ ને સલામ છે. અંતે રાહુલ, સુરજ અને દિપ એ શૌર્ય મહાયાત્રા સફળ બનાવવા તથા જન્મ દિવસ ની ઉજવણી ને યાદગાર બનાવી તે બદલ શ્રી વેદ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ટ્રસ્ટી બાબુભાઈ પટેલ સાહેબ , ડી.બી.પટેલ સાહેબ, સમર્પણ હોસ્ટેલ તથા સમર્પણ ટ્રસ્ટ ના કિરણ સાહેબ તથા તમામ બાળકો નો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં રાધે-રાધે પરીવાર ના મિત્રો , તન્મય પટેલ,રવી પટેલ, જીત પ્રજાપતિ, અભિષેક દેસાઈ, કૃષ્ણકાંત પટેલ, સાગર દવે, શુભમ સુખડીયા, અક્ષય સુખડીયા, શન્ની સુખડીયા, ધ્રુમિલ સુખડીયા, સહિત તમામ સભ્યો હાજર રહી બાળકો સાથે મજા કરી હતી.
Admin

Admin

9909969099
Right Click Disabled!