ધાનેરા : તહેવારોમાં શિક્ષક ઘરે ગયા : ચોર શિક્ષક ના ઘરે મહેમાન બન્યા

ધાનેરા તસ્કરો ફરીથી સક્રિય બન્યા છે તહેવારો માં શિક્ષક ઘરે ગયા હતા ત્યારે તસ્કરોએ આ શિક્ષક ના ઘરમાં હાથફેરો કરતા ચકચાર મચી જવા પામી છે બીજીતરફ ધાનેરા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. શૈલેષભાઇ મકવાણા જે ધાનેરા વિસ્તાર માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ધાનેરા માં આવેલી અર્બુદા સોસાયટી ના સામે ના ભાગ માં રહે છે શાળામાં રાજા હતી અને રક્ષાબંધન નો તહેવાર હતો એટલે આ પરિવાર પોતાના વતનમા ગયા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ આ બંધ મકાનનું તાળું તોડી તેમાં પ્રવેશ્યા હતા અને મકાન માંથી 1 સોનાની ચેન તેમજ 20 હજાર રૂપિયા રોકડા ની ચોરી કરતા ચકચાર મચી ગઈ છે જયારે રાજાઓ પુરી થઇ અને આ શિક્ષક વતન માંથી પરત ફર્યા અને ઘરે આવી જોયું તો ઘરના તાળા પણ તૂટેલા હતા અને ઘર માં સમાન વેરવિખેર પડ્યો હતો સમગ્ર ઘટના જોઈ શિક્ષકે ધાનેરા પોલીસ ને જાણ કરતા ધાનેરા પોલીસે ઘટના સ્થળે આવી પંચાંમૃ કર્યું હતું અને અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તાપસ શરુ કરી છે.