કરણપુર ખાતે આંજણા ચૌધરી સમાજની પ્રથમ વાર્ષિક સભા

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના આંજણા ચૌધરી સમાજની પ્રથમ વાર્ષિક સભા યોજાઇ કરણપુર ખાતે યોજાઈ હતી. જેમાં સભાનું અધ્યક્ષ સ્થાન જસુભાઈ.જે.પટેલ રૂદ્રમાળા એ સંભાળ્યું હતું. 212 ગામોના ભાઈ બહેનનો આહ્વાન કર્યું. કે સમાજના સંગઠિત વિકાસમાં ખભે ખભો મિલાવી કામ કરવું. અને યથાશક્તિ પ્રમાણે દાનનો પ્રવાહ વહાવવા જણાવ્યું હતું.
મંડળ ના મહામંત્રી કેશુભાઈ.પી.પટેલે વાર્ષિક અહેવાલમાં આવક-જાવકના હિસાબો નવા ટ્રસ્ટીશ્રીઓ અને નિષ્ક્રિય હોદ્દેદારોની જગ્યાએ બીજા હોદ્દેદારો ને લેવા પર ભાર મુક્યો હતો.જેમાં સર્વાનુમતે તમામ સત્તા અધ્યક્ષ ને સોંપવામાં આવી. જમીન વિકાસ બેન્કના પૂર્વ ચેરમેન તેમજ સહકારી આગેવાન કનુભાઈ મણીભાઈ પટેલ બાયડ પોતાના તાલુકામાંથી દાતાઓ પાસે દાનની જાહેરાત કરાવી હતી. બાયડ તાલુકામાંથી મોટું દાન ભેગું કરી આપવાની ખાત્રી આપી હતી. પૂર્વ મેનેજર જીતુભાઈ પટેલ ચોરીવાડ એ જણાવ્યું કે ઘણા લાંબા સમયથી જે હરિઈચ્છા હતી એ આજે પૂર્ણ થતી જોવા મળે છે.સૌ યુવાનોને બિરદાવ્યા અને આ કામ તન મનથી કરવા જણાવ્યું.
ડાહ્યાભાઈ પટેલ વડાલી,વિનુભાઈ પટેલ વાવ પૂર્વ ડી.એફ.ઓ પી.એલ.પટેલ, મંત્રી મનુભાઈ પટેલ, કાન્તીભાઈ મુલચંદ ભાઈ પટેલ, સરપંચ શ્રી ભાણપુર દલજીભાઈ, મણીભાઈ પટેલ વિજયનગર, સાબરડેરી ના ડીરેક્ટર કાન્તીભાઈ સોમાભાઈ પટેલ, અંબાલાલ પટેલ કઠવાડા, મનુભાઈ ડી.પટેલ ચોરીવાડ, ખજાનચી હરિશભાઈ વિજયનગર, ધીરુભાઈ પટેલ, રઘુભાઈ પટેલ કાનપુર, ભરતભાઈ પટેલ સરપંચ ચોરીવાડ, હેમંતભાઈ પટેલ બાયડ, કનુભાઈ કોદરભાઈ પટેલ ઉપપ્રમુખ, દિક્ષિતભાઈ પટેલ દક્ષણેશ્વર બાયડ, મોતીભાઈ.કે.પટેલ ઈસરી,એન.ડી.પટેલ પૂર્વ ખેતીવાડી અધિકારી રામનગર, જનરલ મેનેજર સા.કાં બેન્ક, પ્રવિણભાઈ, નરેશભાઈ, અંબુભાઈ પટેલ વડાલી, સાબરડેરી ના ડીરેક્ટર બ્રિજેષભાઈ પટેલ, અનિલભાઈ પટેલ ધનસુરા,સવજીભાઈ પટેલ ગોધમજી અને અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી પોત-પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. અને સમાજના સંગઠનમાં અને માં અર્બુદા ના નવ નિર્માણ મંદિર માટે યોગદાન આપવા જણાવ્યું હતું. આભારદર્શન કનુભાઈ માણકાભાઈ પટેલ એ કર્યું હતું