ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ અમરેલીના સહયોગથી સુદર્શન નેત્રાલય કેમ્પ

લાઠી તાલુકા ના ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ સીટી ના સહયોગ નાગરદાસ ઘનજી સંધવી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રાલય ની તબીબી સેવા થી યોજયેલ નેત્રયજ્ઞ સૂપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મદિર ખાતે ૯૮ દર્દી ઓ માં થી ૪૮ દર્દી નારાયણો ને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે ઓપરેશન કરવા અમરેલી સુદર્શન નેત્રાલય લઈ જવાયા.
દર માસ ના ત્રીજા બુધવારે યોજાતા નેત્રયજ્ઞ માં દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માં થી આવતા દર્દી નારાયણો માટે મદિર ટ્રસ્ટ તરફથી ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરાયેલ હતી.
દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તાર માટે નિરંતર દર માસે ત્રીજા બુધવારે ભુરખિયા મંદિર ખાતે યોજાતા નેત્રયજ્ઞ માં આંખ ને લગતા તમામ રોગો ની અદ્યતન ટેકનોલોજી ધરાવતી સુવિધા અને નિષ્ણાંત તબીબો મારફતે તપાસ સારવાર અને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કેમ્પ યોજાય છે જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવવા અનુરોધ કરતા મંદિર ટ્રસ્ટ ના જીવનભાઈ હકાણી.