કાંકરેજના પાદરડી ગામ ખાતે નવદુર્ગા વિદ્યાલયમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી

શામળ નાઈ, દિયોદર
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જન્મ દિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. જન્માષ્ટમી ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર માનવામાં આવે છે જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં પણ ઉજવાય છે. આ દિવસે લોકો ઘરો માં, મંદિરોમાં તેમજ સ્કૂલો માં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વમાં ધોરણ ૯ ના વિદ્યાર્થીને કૃષ્ણ બનાવી તેના હાથે મટકી ફોડવામાં આવી હતી. આ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં શાળાના આચાર્ય કંચનજી ઠાકોર, પ્રહલાદભાઈ માવરીયા, રઘુભાઈ નાઈ, નવીન કુમાર ગજ્જર, દીક્ષિત કુમાર દરજી ,વણકર જાગૃતીબેન તેમજ શાળાના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો સાથે મળી આ જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરી હતી.