અંબાજી – આબુરોડ રોડ ઉપર આવેલા શીતળા માતાજી ના મંદિર પર ભક્તો ઉમટ્યા

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ગુજરાત નું લોકપ્રિય શક્તિપીઠ તરીકે આખા ગુજરાતમા ઓળખાય છે આ ધામ મા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર ઉપર 358 સુવર્ણ કળશ લાગેલા હોઈ આ મંદિર ગોલ્ડન શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ ધામમા માતાજી ના મંદિર સિવાય અનેક ભગવાન ના મંદિરો આવેલા છે આજે શીતળા સાતમ હોઈ આજે અંબાજી મા વિવિધ શીતળા માતાજીના મંદિરો ઉપર ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી, સાથે આજે સવારે મહિલાઓ દ્વારા શીતળા માતાજીના મંદિર ઉપર જઈ ઠંડુ ભોજન અને નારિયળ દ્વારા પૂજા અર્ચના કરાઈ હતી.
આજે અંબાજીમા બાલાજી નગરમા આવેલા, રીંછડી રોડ ઉપર આવેલા, આબુરોડ રોડ ઉપર આવેલા, હર્ણેશ્વર મહાદેવ મા આવેલા અને ભાટવાસમા આવેલા શીતળા માતાજીના મંદિર ઉપર ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા સાથે આજે સાંજે આબુરોડ રોડ ઉપર આવેલા શીતળા માતાજીના મંદિર ઉપર મેળો ભરાયો હતો આ મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકનું મંદિર છે અહીં મંદિરમાં ભક્તો લાઈન મા ઉભા રહી શીતળા માતાજી ના દર્શન કર્યા હતા અને અહીં પ્રસાદી ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ રોડ ઉપર ટ્રાફિક જામ ના થાય તે માટે પોલીસ અને હોમગાર્ડ હાજર રહ્યા હતા આમ આજે અંબાજી ધામમા શીતળા માતાજીનો જયજયકાર સાંભળવા મળ્યો હતો.