અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વ રંગેચંગે ઉજવાયો

અમિત પટેલ.અંબાજી
ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિરમાં શુક્રવારની રાત્રે બાર વાગે અંબાજી મંદિરમાં આરતી કરવામાં આવી હતી અને શ્રી કૃષ્ણ જન્મ પર્વ ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અંબાજી મંદિરમાં જન્માષ્ટમી અને શિવરાત્રીના દિવસે રાત્રે બાર વાગે આરતી કરવામાં આવે છે
શુક્રવારની રાત્રે બાર વાગે જગવિખ્યાત અંબાજીમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ભટ્ટજી મહારાજ ના સહયોગથી શ્રીકૃષ્ણ પર્વ ઉજવવામાં આવ્યો હતો અને ભક્તો હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ કરતા હતા આમ કૃષ્ણ જન્માષ્ટમી અંબાજી મંદિરમાં ઉજવવામાં આવી હતી અને ભક્તો ને પંજરીનો પ્રસાદ અને માખણ આપવામાં આવ્યું હતું