પારડીના ધગડમાળ ગામની ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલ માં સાયકલ વિતરણ તેમજ આચાર્ય નવીનભાઈ પટેલનું સન્માન

ડી.જે.સાર્વજનિક હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી ૧૬ જેટલી વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત સદસ્ય શિવાજી ભાઈ પટેલ અને શરદભાઈ ગાંગોડા દ્વારા સાયકલ વિતરણ કરવામાં આવી હતી.
ડી.જે.સાર્વજનિક હાઈસ્કૂલ માં સ્કૂલના વિકાસ માટે શિક્ષણ સુધારા અન્ય ભૌતિક સુવિધા બાબતે આચાર્યશ્રી સ્કૂલ સ્ટાફ અને અગ્રણી આગેવાનો દ્વારા ચર્ચા કરવામાં આવી હાલમાં શિક્ષકોની ઘટના લઈને વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે પડતી તકલીફો માટે વિશેષ ચર્ચા કરવામાં આવી હાલમાં કાયમી નિમણૂક તરીકે આચાર્ય નવીનભાઈ પટેલ ની થતા હવે તેમણે ખાતરી આપી સ્કૂલ માટે શૈક્ષણીક ને લગતા કોઇ પણ પ્રશ્નો તાત્કાલિક ઉકેલવાની ખાતરી આપી હતી.