હળવદમા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર

હળવદમા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી શોભાયાત્રામાં ભાવિકોનું ઘોડાપુર
હળવદ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન
હળવદમાં રંગે ચંગે કાનુડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હજારો ભાવિકો ઉત્સભેર શોભાયાત્રામાં જોડાયા
છોટાકાશી તરીકે જગવિખ્યાત હળવદમાં પરંપરાગત ઉજવાતા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હળવદના વિવિધ વિસ્તારમાંથી અવનવા સાંસ્કૃતિક ધાર્મિક ફ્લોટ્સે આકર્ષણ ખેંચ્યું હતું અને ઢોલ નગારા – બેન્ટવાજા અને ડી.જેના તાલે માલધારીઓ સહિત ધર્મપ્રેમી ભાવિકો જુમી ઉઠ્યા હતા અને “નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી” , “મંદિર માં કોણ છે , રાજા રણછોડ છે”ના નાદ ગુંજી ઉઠ્યા હતા… સાથે ભૂલકોઓ રાધા કૃષ્ણ ,શિવ પાર્વતી અને કાનુડાની વેશ ભૂષા ધારણ કરી હોય જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાથે ધ્રાંગધ્રાથી ખાસ અખડાના જવાનો એ અનોખું કરતબ બતાવ્યું હતું અને શિશુમંદિરની બાળાઓએ તલવારબાજી સાથે શૌર્ય ગીતોના તાલે રાશ રમી હતી અને હળવદ શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતા ભક્તિ ભાવ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા.
આ વિશાળ શોભાયાત્રામાં સુરેન્દ્રનગરના સંસદ સભ્ય તથા ધારાસભ્ય સહિત રાજકીય ધાર્મિક આગેવાનો જોડાયા હતા છેલ્લા ઘણા દિવસોથી બજરંગદળના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી તેમજ શાંતિપૂર્ણ રીતે ઉત્સાહભેર સફળ બનાવવા બદલ જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અધ્યક્ષ ડો.મીલનભાઈ માલમપરા અને ભાવેશભાઈ ઠક્કર સહિત સમિતિના સભ્યોએ ગ્રામજનો અને ભાવિકભક્તો અને ખાસ પોલીસ જવાનો અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.