નંદાસણ-મહેસાણા હાઈવે ઉપર દારૂ ભરેલી સ્વિફ્ટ ગાડીનો અકસ્માત : ચાલક ફરાર

નંદાસણ-મહેસાણા હાઇવે ઉપર દારૂ ભરેલી ગાડી નો અકસ્માત કરી ચાલક ફરાર કડી તાલુકાના નંદાસણ ગામ પાસે મહેસાણા-અમદાવાદ હાઇવે ઉપર આવેલ ઉમાનગર ગામના પાટિયા પાસે દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડીને ચાલક દ્વારા ગફલતભર્યા ડ્રાઇવિંગ દ્વારા અલ્ટો ગાડીને અકસ્માત કરી પકડાયી જવાની બીકે રોડ ઉપર મૂકી ફરાર થયી ગયો હતો. નંદાસણ પોલીસ ને માહિતી મળતા દારૂ ભરેલી ગાડી ને કબ્જે કરી ગુનો નોંધી ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર નંદાસણ ગામ નજીક આવેલા ઉમાનગર ના મેલડી માતાજીના મંદિર જોડે અજાણ્યો શખ્સ સફેદ કલરની સ્વીફ્ટ ગાડી દ્વાર અલ્ટો ગાડીને ટક્કર મારી પોતાની ગાડી મૂકી ભાગી ગયેલ છે અને સ્વીફ્ટ ગાડીમાં દારૂ ભરેલ છે તેવી માહિતી મળતા નંદાસણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પી.એસ.આઈ. એમ.જી.રાઠોડ,વિક્રમસિંહ ઘનશ્યામસિંહ, એ.એસ.આઈ. ચંદુજી ગુલાબજી સ્થળ ઉપર જઈ તપાસ કરતા સફેદ કલરની સ્વીફ્ટ ગાડી (GJ01 RE 1325) માં 20 પેટી વિદેશી દારૂ કિંમત આશરે 96000 રૂ.નો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા વાહન ચાલક અને ગાડી માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.