બોટાદ ખાતે “સખી” વન સ્ટોપ સેન્ટર બરવાળા ખાતે મોનીટરીંગ સમિતિની બેઠક

બેઠકમા સમિતિના સભ્ય સચિવશ્રી કે.વી કાતરીયા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી બોટાદ અને આર.કે. જાખણીયા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી બોટાદ દ્વારા સખી વન સ્ટોપ સેંટર બરવાળા દ્વારા કરવામા આવેલ કામગીરીની માહિતિ આપવામા આવેલ તેમજ સેન્ટર દ્વારા કરેલ કામગીરીની મે. અધ્યક્ષ –વ- કલેકટરશ્રી બોટાદે સમિક્ષા કરી સેંટરની મુલાકાત લઇ સેન્ટરમા આપવામા આવતી સેવાઓ અને સુવિધાઓ અંગે માહિતિ મેળવી, સમિક્ષા કરી જરૂરી સુચનો કરેલ. આ પ્રસંગે સમિતિના સભ્યશ્રીઓ સેક્રેટરીશ્રી, જિલ્લા કાનુનિ સેવા સત્તા મંડળ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી બોટાદ (એસ.સી./એસ.ટી. સેલ), હેતલ બેન દવે પ્રોબેશન ઓફિસર બોટાદ, સગીંતાબેન દવે, અનિશાબેન ચુડેસરા તથા તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહેલ.