રાજકોટ સિવિલ ખાતે દાખલ હળવદના ૧૩માંથી ૧૧ના રિપોર્ટ નેગેટિવ

રાજકોટ સિવિલ ખાતે દાખલ હળવદના ૧૩માંથી ૧૧ના રિપોર્ટ નેગેટિવ
Spread the love
  • પુના ખાતે આવેલા રિપોર્ટમાં ખુલાસો ૧૩ માથી ૧૧ હળવદ શ્રમિકોને CCHF નથી

હળવદ માળિયા હાઈવે પર આવેલી ફેકટરીમાં ૩ શ્રમિકોને કોંગોફિવરના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતાં જેમાં અમદાવાદ ૩ સારવારમાં અને ૧૩ રાજકોટ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતાં ત્યારે આજે રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા ૧૧ શ્રમિકોના નેગેટિવ રિપોર્ટ આવતા તંત્ર હાશકારો અનુભવ્યો હતો અને સતત સોમવારથી રાત દિવસ દોડતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૧૦૦થી વધારે શ્રમિકોના રિપોર્ટ કરી ફેલાવતા અટકાવી પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતમાં કેટલાક જિલ્લામાં કોંગોફિવરના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું જેમાં હળવદની ખાનગી કારખાનામાં કોંગોફિવરના બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી જવા પામી હતી ત્યારે આજુબાજુના વાડી વિસ્તાર અને ફેક્ટરીમાં શ્રમિકોના રિપોર્ટ લેવા માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા.

જેમાં ૧૦૦થી વધારે શ્રમિકોના લોહીના રિપોર્ટ લેવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર અર્થે રહેલા ૧૩ શ્રમિકોના રિપોર્ટ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે જેમાં ૧૧ શ્રમિકોના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓની સતત ૬ દિવસની કામગીરી રંગ લાવી હતી અને કોંગોફિવરને લગભગ આગળ વધતાં અટકાવીને પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી.

હળવદ ખાતે કોંગોફિવરનો કહેર સામે આવતા આજે ગાંધીનગરથી નાયબ નિયામક ડૉ.દિનકર રાવલ આવી પહોંચ્યા હતા અને શ્રમિકોના રહેઠાણની તપાસ તેમજ રોગ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ તકે સતત સોમવારથી દિવસ રાત દોડતી આરોગ્ય વિભાગના મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી સી.એલ વારેવાડીયા અને તાલુકા હેલ્થ ઓફિસર ભાવિન ભટ્ટી સહિત આરોગ્યની ટીમે પુનાથી આવેલા કોંગોફિવરના નેગેટિવ રિપોર્ટમાં આગળ વધતાં રોગચાળા પર અંકુશ મુકવામાં મહદઅંશે સફળતા મેળવી છે

Avatar

Admin

Right Click Disabled!