અંબાજી ખાતે વહીવટીતંત્ર એક્શનમાં, પ્લાસ્ટીક 150 કિલો જપ્ત કરી નાશ કરાયો

અમિત પટેલ, અબાજી
ગુજરાત ના સૌથી મોટા લોકપ્રિય શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા દિવસોમાં ભાદરવી મહાકુંભ યોજાઇ રહ્યો છે ત્યારે રવિવારથી એક્શન મોડ માં આવેલું વહિવટીતંત્ર હાલ આખા અંબાજી ખાતે શેરી યે શેરી ફરી સફાઈ અભિયાન, દબાણ સેલ અને પ્લાસ્ટીક ની ઓચિંતી રેડ કરી 50 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક ઝડપી કાયદેસર કાર્યવાહી કરી રહ્યા છે આજે અંબાજીમાં વિવિધ અધિકારીઓની ટીમો પ્લાસ્ટિકના વેપાર કરતા વેપારી અને દુકાનોમાં જઈ 50 માઈક્રોન થી ઓછી હોય તેવી દોઢસો કિલો પ્લાસ્ટિક જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ સિવાય અન્ય ટીમો દ્વારા અંબાજીના બજારમાં માર્ગ પર ઉભેલા નડતરરૂપ દબાણ પણ દૂર કરાયા હતા આ સાથે અંબાજી પોલીસ ટીમ તરફથી બે ફોરવિલ ગાડી અને 10 બાઈકો ને એનસી મેમા આપ્યા હતા, આજે પ્રાંત અધિકારી, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને અંબાજી પોલીસ ના સાહસો થી આજની કામગીરી સુપરફાસ્ટ ટ્રેનની જેમ હાલ અંબાજી ખાતે જોવા મળી હતી, જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેર નામા ના આદેશ નું અમલ કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.