કોસંબા પો.સ્ટે.ના ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તથા પોલીસ મહાનિર્દેશક ગુ.રા.ગાંધીનગર નાઓના તા ૨૦/૦૭/૧૯ના મેસેજ અન્વયે તા.૦૧/૦૮/૧૯ થી તા.૩૧/૧૦/૧૯ દરમ્યાન નાસતા ફરતા આરોપીઓ પકડાવાની ડ્રાઇવ અનુસંધાને જીલ્લામાં બનેલ ગુનામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા અંગે પો.સ.ઇ. એસ.એન.ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો વાલીયા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા પો.સ્ટે. ગુ.ર.નં I ૮૯/૨૦૧૭ IPC ૩૯૫, ૩૯૭ મુજબના ગુનાના કામે પોલીસ ધરપકડ થી નાસતા ફરતા આરોપી – મુકેશભાઇ અમરસિંગભાઇ વસાવા રહે, ચમારીયા, મજીદ ફળીયું. તા. વાલીયા જી.ભરૂચનાને તા. ૦૨/૦૯/૧૯ ના રોજ crPC કલમ-૪૧(૧) આઇ મુજબ અટક કરી વાલીયા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે. ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ ના હે.કો. ઇરફાન અબ્દુલ સમદ તથા હે.કો. મગનભાઇ દલાભાઇ તથા પો.કો. નિલેષભાઈ નારસીગભાઈ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવંગસિંહ પ્રતાપસિંહ તથા વુ.પો.કો. નીતાબેન રમણસિંહ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.