દામનગરનું ગૌરવ : ખેલ મહાકુંભ દોડ સ્પર્ધા માં પ્રથમ નંબરે ઇર્શાદ મોટાણી

દામનગર નું ગૌરવ લાઠી તાલુકા સ્તર ના ખેલ મહાકુંભ માં અડર – ૧૪ ૬૦૦ મી દોડ પ્રથમ ક્રમે આવતો ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ નો વિદ્યાર્થી મોટાણી ઇર્શાદ શલેષભાઈ એ ખેલ મહાકુંભ માં દોડ સ્પર્ધા માં લાઠી તાલુકા લેવલે પહેલા નંબરે આવતા ઠેર ઠેર થી શુભેચ્છા મળી રહી છે ઇસ્માઇલી ખોજા સમાજ ના શલેષભાઈ મોટાણી નો પુત્ર મોટાણી ઇર્શાદ દામનગર ની ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં ધોરણ નવ નો વિદ્યાર્થી છે ખેલ મહાકુંભ માં લાઠી તાલુકા સ્તર ની દોડ સ્પર્ધા માં પ્રથમ આવતા આગામી સ્પર્ધા માં જિલ્લા સ્તરે ભાગ લેશે.