હળવદના સુખપર ખાતે ગોઢેશ્વર મહાદેવનો એક દિવસીય લોકમેળાે

હળવદના સુખપર ખાતે ગોઢેશ્વર મહાદેવનો એક દિવસીય લોકમેળાે
Spread the love

હળવદના સુખપર ખાતે ગોઢેશ્વર મહાદેવનો એક દિવસીય લોકમેળા યોજાયો મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હળવદના સુખપર ખાતે ભાદરવા સુદ પાંચમે પરંપરાગત ગોઢેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજ તેમજ સતકૈવલ જગ્યામાં લોકમેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને આ ભાતીગળ મેળામાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યાં હતાં.

હળવદ ધાગંધ્રા રોડપર આવેલા સુખપર ખાતે આજે લોકમેળાનુ આયોજન કરાયું હતું જેમાં આજુબાજુના સુખપર, શક્તિ નગર, બુટવડા, લીલાપુર, કવાડીયા સહિતના ગામોના મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું આજે યોજાયેલા પૌરાણિક અને પરંપરાગત ભાદરવા સુદ પાંચમે ગોઢેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજ તેમજ સતકૈવલની જગ્યાના મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને આ ભાતીગળ મેળાને હળવદ ધાગંધ્રા ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાએ ખુલ્લો મુક્યો હતો.

આ પ્રસંગે ઠાકોર સમાજના અગ્રણી પપ્પુભાઈ ઠાકોર સુખપરના ભરતભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મેળાના વિવિધ રમકડાંના સ્ટોર,ચકડોળની મુલાકાત લીધી હતી અને ગોઢેશ્વર મહાદેવ અને હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Avatar

Admin

Right Click Disabled!