અંબાજીના ચિખલા ગામે કૂવામા કૂદેલા બનેવીને બચાવવા બે સાળાઓ પણ કુદયા

આજે સવારે અંબાજી નજીક ના ચીખલા ગામે કુટુંબની બાબતને લઈ બનેવીએ કૂવામાં છલાંગ લગાવી હતી ત્યારબાદ તેમની સાથે ના બે સાળાઓ પણ તેમના જીવ બચાવવા માટે ઊંડા કૂવા મા પડ્યા હતા,અંબાજીના ચીખલા ગામે કૂવામાં પડ્યા હતા ત્રણ લોકો,એક વ્યક્તિ કૂવામાં પડતા બીજા બે લોકો બચાવવા પડયા હતા આસપાસ ના લોકો બૂમાબૂમ થતાં સ્થાનિક લોકોને જાણ કરાતા લોકોએ રસ્સાઓ લઈ જીવ બચાવ્યા અને આ તમામ લોકો જે કૂવામાં પડ્યા હતા તે વ્યક્તિઓને તરતા આવડતું ન હતું.
આ તરફ કૂવા ની નજીક બાજુમાં જ શાળા હોઈ કૂવા માં પડેલા લોકો મામલે થઈ હતી જાણ અને લોકો યે આ લોકો ના જીવ બચાવ્યા આમ આજે સમયસૂચકતા ના કારણે મોટી જાનહાની ટળી હતી આ ત્રણે લોકો નશો કરેલી હાલતમાં હતા તેવું લોકો યે કહ્યું હતું. અંબાજી નજીક ચીખલા ગામે એક કૂવામાં ત્રણ વ્યક્તિઓ પડી જવાની ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે ચીખલા ગામે રહેતા ભરથરી સમાજના લોકોમાંથી એક વ્યક્તિ આત્મહત્યા કરવા કૂવામાં છલાંગ લગાવી હતી.
જોકે આ સમગ્ર ઘટના પારિવારિક વિવાદના કારણે બની હોવાનું જાણવા મળ્યું હતુ. અને કુટુંબની બાબતને લઈ બનેવીએ કૂવામાં છલાંગ લગાવ્યા બાદ એના બે સાળાઓ પણ પડ્યા હતા. આ ત્રણેય જણાને ગ્રામજનોએ આબાદ રીતે બહાર કાઢ્યા હતા. જોકે આ કુવો 60 ફૂટ પાણી ભરેલો છે.આ શાળાના શિક્ષિકાએ પણ બાળકો માટે આ કૂવો જોખમકારક હોઈ કુવા ઉપર તાત્કાલિક લોખંડની જાળી નાખવા માંગ કરાઈ છે.
એટલુ જ નહીં આ કુવાની પાસે પ્રાથમિક શાળા પણ આવેલી છે. ને બાળકો અભ્યાસ કરે છે જ્યા બાળકો રિસેશ તથા અને રમતો રમવા પણ આ કૂવાની આસપાસ આવતા હોય છે. આટલી મોટી ઘટના બની ત્યારે લોકો મોબાઈલ મા શુટીંગ કરતા હતા તેવું સ્થાનિક લોકો યે જણાવ્યું હતુ.