અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રામ અવતાર અગ્રવાલ

અમિત પટેલ, અંબાજી
છેલ્લા ચાર ટર્મ થી ચૂંટાતા રામ અવતાર અગ્રવાલ યે આજે અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કામ ગીરી સંભાળી હતી 2 મહિના અગાઉ જિલ્લા વિકાસ અધિકારી યે સસ્પેન્ડ કર્યા હતા, અધિક વિકાસ કમિશનર દ્વારા તેમને સસ્પેન્ડ નો હુકમ રદ કરી ફરીથી પદ પર બેસાડવાનો હુકમ કરાતા આજે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા, જેમાં તુલસી ભાઈ જોષી, મૂળચંદ ભાઈ અગ્રવાલ, દિલીપ ભાઈ અગ્રવાલ, ચાંદમલ જી જેન, કિશોર કાકા, કૈલાશ કાકા અને ઇન્દર લાલ ગુર્જર તેમને શુભકામના આપવા આવ્યા હતા. આજે અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી વી ડી જોષી તરફથી ચાર્જ સુપ્રત કર્યો હતો, આમ રામ અવતાર અગ્રવાલ વનવાસ પૂરો કરી ફરી થી અયોધ્યા મા આવ્યા હતા તેવો માહોલ તેમના સમર્થકો યે જણાવ્યું હતુ