ભાદરવી મહામેળા નું કાઉન્ટ ડાઉન શરૂ , 7 દિવસમા 40 લાખ પેકેટ પ્રસાદ બનાવશે

અમિત પટેલ, અંબાજી
શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને દેશ નું લોકપ્રિય શક્તિપીઠ છે આ ધામ 51 શક્તિપીઠો મા અનેરું મહત્વ ધરાવે છે આવનારા સમય મા અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ 2019 શરુ થવાનો છે ત્યારે વહીવટી તંત્ર તરફથી આ મહામેળા ની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઈ છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી આવતા માઈ ભક્તો ને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તેમને માતાજી ના પ્રસાદ માટે પણ હેરાન પરેશાન ન થવું પડે તે માટે આજ થી જ અંબાજી મંદિર તરફથી માતાજી ના આગોતરા આયોજન ની તૈયારી ના ભાગરૂપે જૂની કોટેજ હોસ્પિટલ ના બિલ્ડીંગ મા મોહન થાળ ના પ્રસાદ બનાવવાનું કામ શરુ કરાયું છે
અંબાજી મંદિર તરફથી આજે સારા મુર્હત મા મોહન થાળ ની પ્રસાદી બનાવવાની કામગીરી જૂની કોટેજ હોસ્પિટલ બિલ્ડીંગ મા શરુ કરી છે અહીં અંદાજે 600 માણસો ના મોટા સ્ટાફ થી ખુબજ ઝડપી ગતિ એ માતાજી નો પ્રસાદ બની રહ્યો છે આજે પણ 80 ઘોણ [325 * 80 કિલો ] પ્રસાદ તૈયાર થઇ ગયો છે આમ અંબાજી આવતા લાખો માઈ ભક્તો માટે પ્રસાદ ઓછો ન પડે અને ભક્તો ને સરળતાથી વિવિધ કાઉન્ટરો પર થી પ્રસાદ મળી શકે તેવું સુંદર આયોજન અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આગોતરા આયોજન હાથ ધરાયુ છે અહીં 7 દિવસ ના મહામેળા મા 40 લાખ પેકેટ બનાવવાનું આયોજન હાથ ધરાયુ છે ગત વર્ષે 32 લાખ પેકેટ તૈયાર કરાયા હતા આ પ્રસાદ ના કામ પાછળ 600 જણ નો સ્ટાફ રોકાયેલો છે
આ વિશાળ પ્રસાદ બનાવવા માટે 1 લાખ 80 હજાર કિલો ખાંડ ,1 લાખ 20 હજાર કિલો બેશન અને 90 કિલો ચોખ્ખું ઘી નો ઉપયોગ કરી આ મહા પ્રસાદ અહીં તૈયાર થઇ રહ્યો છે ,આ પ્રસાદ 15 -20 દિવસ સુધી પડ્યો રહે તો પણ બગડતો નથી આમ ગત વર્ષ ની સરખામણી એ અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદ ની કામગીરી ઝડપી બનાવાઈ છે
:- તખત સિંહ પુરોહિત ,મોહિની કેટરર્સ માલિક :-
તેમને કહ્યું હતું કે 8 તારીખ જે મહામેળો શરુ થઇ રહ્યો છે તેને લઇ અમે આજ થીજ પ્રસાદ બનાવવાની કામગીરી શરુ કરી છે અહીં હાલ રોજ ના 80 ઘોણ મોહનથાળ બની રહ્યો છે અને આ મેળા મા કુલ 35 લાખ પ્રસાદ ના બોક્સ વેચાવાની શક્યતા છે
:- સુરેશ ભાઈ વ્યાસ , મેનેજર, મોહિની કેટરસ :-
તેમને કહ્યું હતું કે હું અહીં મેનેજર તરીકે કામગીરી સંભાળું છું અને છેલ્લા 2 વર્ષ થી માતાજી ના પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ સંભાળે છે અને આપણે આ વખતે 40 લાખ પેકેટ ની તૈયારી રાખેલી છે જેની માટે કુલ 4 લાખ કિલો પ્રસાદ બનશે આ પ્રસાદ બનાવવા માટે 1 લાખ 80 હજાર કિલો ખાંડ ,1 લાખ 20 હજાર કિલો બેશન અને 90 કિલો ચોખ્ખું ઘી નો ઉપયોગ કરી આ મહા પ્રસાદ અહીં તૈયાર થઇ રહ્યો છે ,આ પ્રસાદ 15 -20 દિવસ સુધી પડ્યો રહે તો પણ બગડતો નથી