રડવાનો પણ એક રિવાજ છે, રડી લેજો

રડવાનો પણ એક રિવાજ છે, રડી લેજો
Spread the love

હું એટલે નથી રડતો, કેમકે બીજાં માટે રડુ છું,

આંસુ આવી જાય છે, તો પણ ખારાસ પીતાં.

રડવું સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આંસુ આવવા એ સારી વાત છે, પણ આંસુ ન આવતાં હોય ત્યારે એ સંજોગોમાં દવા સિવાય કોઈ રસ્તો હોતો નથી. માણસ રડે છે તો એ નબળો નથી. રડતા લોકોને નબળા માનવા આવું નબળા લોકોનું કામ છે. રડીને માણસ મનને હલકું કરી શકે છે અને શરીર પરનો બોજ ઓછો થઈ જાય છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં રડવાની રડવાની સહજતા અલગ-અલગ હોય છે.

સ્ત્રી સહજ અને સરળતાથી રડી લે છે, પણ જ્યારે પુરુષને રડવાનું ભાગ્યેજ હોય છે. જાણે એવું લાગે કે રડવાનો શ્રાપ મળ્યો હોય. પુરુષ જાહેરમાં રડી શકતો નથી અને આવું જો થાય તો એને કમજોર માનવામાં આવે છે. રડવું પણ અલગ-અલગ પ્રકારે આવે છે. સારા અને ખરાબ પ્રસંગે આ બંને પ્રકારે રડવું આવે છે. ઘણાં લોકો સારા પ્રસંગે પણ રડે છે, જ્યારે ઘણાં ખરાબ પ્રસંગે રડતાં નથી. જન્મેલ બાળકથી માંડીને ઘરડા સુધી બધાં રડે છે. જો કે આ દરેક રડવાનું અલગ અલગ પ્રકારનું હોય છે.

ઘણાં લોકોને રડવા માટે પણ કોઈના ખભાની જરુર પડતી હોય છે અને ઘણાં એકાંતમાં રડતાં હોય છે. એવાં વ્યક્તિઓ પોતાનાં આંસુ બીજાને બતાવા માંગતા નથી. જે એકાંતમાં રડે છેને એ જાહેરમાં રડતા હોય એનાં કરતાં મનથી મજબુત હોય છે. રડવું જરુરી છે જીવનના દરેક તબક્કે જીવન જીવવા માટે.

“દેવ” ની કલમે ✍️ દે

વાંગ પ્રજાપતિ

Admin

Admin

9909969099
Right Click Disabled!