શેઠ સી. ઍમ. હાઇસ્કૂલમાં શિક્ષકદિનની શાનદાર ઉજવણી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડા સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ૫ સપ્ટેમ્બરે શેઠ સી.એમ. હાઇસ્કૂલમાં શિક્ષકદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ૬૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય ડા. ચેતનાબૂચે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન તેમજ કાર્યોની શાળાના વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા.
શિક્ષક તરીકેની પસંશનીય કામગીરી બજાવનારા વિદ્યાર્થી (૧) ગુલવે પ્રથમ પી. (૨) ડાંગી જીતેન્દ્ર બી.(૩) પ્રજાપતિ શુભમ એલ.(૪) સરવૈયા કિરપાલ એસ.(૫) પટેલ ક્રિશ વી.(૬) પટેલ ધ્યાન જે. (૭) પટેલ મીત બી. (૮) પટેલ ખંત એમ.(૯) ગઢવી પાર્થ એસ.(૧૦) પાવરા કિરણ (૧૧) ચૌધરી આન્વી એ.(૧૨) પટેલ અનીકેતા બી (૧૩) પટેલ ક્રિના દશરથભાઇ (શ્રેષ્ઠ આચાર્ય)ને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.