છે એવો કોઈ સંબંધ, જે એકલો જીવી શકે…?

એકલો છું ? તો તું ધારે એ કરીશ,
પણ એકલો એ કેવી રીતે જીવીશ ?
આ એક તદ્દન કાલ્પનિક વાત છે જેની હકીકત સાથે કે હકીકત બનાવવું ખોટું છે. કુદરતે દરેક સંબંધને એક આગવી ઓળખ અને આ સાથે બીજા સંબંધો એક બીજા સંબંધ પર નિર્ભર રહે એવી રચના કરેલી છે. એવું કોઈ સ્થાન શકય જ નથી, કારણ કે દરેક સંબંધને બીજા સંબંધની જરુર હોય છે તો એનો મતલબ એ નથી હોતો કે સ્વાર્થ છે એટલે જરુર છે, પણ એક અનોખો ભાવ પણ હોય છે જેનાથી સંબંધને બીજા સંબંધની જરુર રહે છે. સંબંધ એ જીવનનું ધબકતું હૃદય છે, હૃદય વગર શરીર નકામું, એવી જ રીતે સંબંધ વગર જીવન નકામું.
કોઇપણ સંબંધ હોય એ દૂર નો હોય કે નજીકનો હોય દરેકની એક આગવી ઓળખ અને મહત્વતા છે. આની સાથે દરેક સંબંધની પણ એક મર્યાદા છે, આ મર્યાદા સમયની સાથે ચાલતી હોય છે, જે સમયે જે સંબંધની જરુર હોય એ સંબંધ એટલાં સમય દરમિયાન એ સંબંધની સાથે રહે છે અને પછી એ સંબંધ ઇચ્છે તો પણ સાથે રહી શકતો નથી. સમયથી વધારે જો સાથે રહે તો ઘણીવાર સંબંધ પણ ઝેર જેવો લાગે છે અને ધીરે-ધીરે એ સંબંધની મહત્વતા ઘટતી જાય છે.
જીવનમાં સંબંધ એ જીવનને સુખમય બનાવે છે, બસ એ સંબંધને સારી રીતે સમયસર પારખવામાં આવે તો જીવન પણ એટલું જ સુખી થઈ જાય છે. દરેક સંબંધને અપનાવો કોઈ સંબંધ નાનાં કે મોટાં હોતાં નથી. દરેક સંબંધ પોતાની જગ્યાએ અનોખું સ્થાન ધરાવે છે.
“દેવ” ની કલમે ✍️
દેવાંગ પ્રજાપતિ