૧૯૪૬નું નર્મદા નદી પર વિશાળ બંધ બાંધવાનું સરદાર સાહેબનું સપનું સાકાર

૧૯૪૬નું નર્મદા નદી પર વિશાળ બંધ બાંધવાનું સરદાર સાહેબનું સપનું સાકાર
Spread the love

ઓક્ટોબર ૧૯૬૯માં ટ્રિબ્યુનલની રચના થઈ, એક દાયકા સુધી ભાગીદાર રાજ્યોની માંગણીઓ ઉપર સુનાવણી,અને વિચારણા પછી ૧૯૭૯માં સીમાચિહ્ન રૂપ ચુકાદો. ૧૨૧૦ મીટર લાંબા અને પાયાથી ૧૬૩ મીટર ઊંચા કોન્ક્રીટ ગ્રેવીટી ડેમના બાંધકામનો ઇજારો એપ્રિલ ૧૯૮૭માં અપાયો. વર્ષ-૧૯૯૫માં બંધની ઊંચાઇ ૮૦.૩૦ મીટર થયેલ, ગુજરાત વિરોધીઓએ કરેલી રીટ પિટિશનને કારણે સુપ્રીમ કોર્ટે આપ્યો સ્ટે ઓર્ડર. વર્ષ-૧૯૯૮-૯૯માં ગુજરાત સરકારની રજુઆત ધ્યાને લઈને સુપ્રીમ કોર્ટે સ્ટે ઉપાડી લીધો, અને ઊંચાઈ ૮૫ મીટર સુધી પહોંચી વર્ષ-૨૦૦૦/૦૧માં ૯૦ મીટર સુધી કામ કરવામાં આવ્યું.

વર્ષ-૨૦૦૧માં મુખ્યમંત્રી તરીકે રાજ્યની શાસનધૂરા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંભાળી. દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ અને નિર્ણયશક્તિ સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોજનાને આપી ટોચની અગ્રતા. મુખ્યબંધનું કામ તબક્કાવાર આગળ વધારવાની મંજૂરી મેળવવા પુનર્વસન અને પર્યાવરણને લગતી તેમજ નાણાંકીય સ્ત્રોતની પૂરતી વ્યવસ્થા ગોઠવી. જુલાઈ ૨૦૦૨માં બંધની ઊંચાઈ ૯૫ મીટર, જુલાઈ ૨૦૦૩માં ૧૦૦ મીટર અને ૩૦ જૂન ૨૦૦૪ના રોજ ૧૧૦.૬૪ મીટર સુધી પહોંચાડવામાં આવી.

વર્ષ ૨૦૦૪માં ૨૫૦ મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસ તેમજ ફેબ્રુઆરી ૨૦૦૫થી જૂન ૨૦૦૬ સુધીમાં ૧૨૦૦ મેગાવોટના રિવરબેડ પાવર હાઉસ દ્વારા વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું, જેનો વધુ લાભ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને મળતા ત્રણેય રાજ્યોનું સંકલન વધુ મજબૂત બન્યું. ૮ માર્ચ ૨૦૦૬ના રોજ બંધની ઊંચાઈ ૧૨૧.૯૨ મીટર સુધી લઈ જવા પરવાનગી મળી, પણ વિવાદ થતાં તત્કાલીન કેન્દ્ર સરકારે ૧૫ એપ્રિલ ૨૦૦૬ના રોજ રીવ્યુ કમિટીની બેઠક બોલાવી, અને નર્મદા બંધનું કામ આગળ ન વધારવા પ્રયત્ન કર્યો.

આ ગુજરાત વિરોધી પ્રયત્ન સામે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ, બીજા જ દિવસે એટલે કે ૧૬ એપ્રિલ ૨૦૦૬ના રોજ ઉપવાસનો આરંભ કર્યો, જેના કારણે તે વખતની કેન્દ્ર સરકારે ગુજરાતની પ્રજાની માંગણી સ્વીકારવી પડી. સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી કામ આગળ ચાલ્યું, અને ડિસેમ્બર ૨૦૦૬માં બંધ ૧૨૧.૯૨ મીટરની ઊંચાઈ હાંસલ કરી શક્યો. સંગ્રહ ક્ષમતા વધી, અને જળ વિધુત્તનું ઉત્પાદન પણ વધ્યું.

માર્ચ ૨૦૦૮માં ૪૫૮ કી. મી. લાંબી વિશ્વની સિંચાઈ માટેની સૌથી મોટી નહેર, નર્મદા મુખ્ય નહેરનું કામ પૂર્ણ કરી પાણી રાજસ્થાન સુધી વહેવડાવવામાં આવ્યું. વર્ષ ૨૦૦૯માં સૌથી મોટી શાખા નહેર, સૌરાષ્ટ્ર શાખા નહેર તેના પાંચ પંપિંગ સ્ટેશન સાથે પૂર્ણ કરી, ૭૧ મીટરના ઉદવહન સાથે પાણી સુરેન્દ્નગરના ધોળી ધજા ડેમમાં પહોંચ્યા. તબક્કાવાર સિંચાઈ લાભો મળતા થતા કૃષિ ઉત્પાદન ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ : સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના ખેડૂતો રોકડીયા પાક લેતા થયા, અને એક સમયની વેરાન જમીનને હરિયાળી કરી શક્યા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના ૧૭માં દિવસે બંધને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવાની તથા ખુલ્લા રાખવાની સ્થિતિમાં દરવાજા લગાડવાની મંજૂરી આપી. તે જ દિવસથી કામનો આરંભ કરી, અવિરત ચાલુ રાખી, નિયત સમય મર્યાદા કરતા ૯ માસ વહેલું પૂર્ણ કરાયું. ૧૬ જૂન ૨૦૧૭ નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ૮૯મી બેઠકમાં દરવાજા બંધ કરવાની મંજૂરી અપાઈ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે, તા.૧૭ જૂન ૨૦૧૭ના રોજ ડેમના તમામ ૩૦ દરવાજા બંધ કરવામાં આવ્યા.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!